ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત સાયબર સેલની હાઈટેક સાયબર લેબ, જાણો કેવી રીતે કામ કરે છે આ લેબ - ગુજરાતનું સાયબર સેલ

વધતી જતી ટેકનોલોજી વચ્ચે સાયબર ગુનાનું પ્રમાણ વધ્યું છે ત્યારે ગુજરાતનું સાયબર સેલ પણ હાઈટેક બન્યું છે. જેમાં ટેકનીકલ કામગીરી કરી વિવિધ પ્રકારની ટેકનોલોજી સાથે ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવી રહ્યો છે.

ગુજરાત સાયબર સેલની હાઈટેક સાયબર લેબ, જાણો કેવી રીતે કામ કરે છે આ લેબ
ગુજરાત સાયબર સેલની હાઈટેક સાયબર લેબ, જાણો કેવી રીતે કામ કરે છે આ લેબ

By

Published : Aug 10, 2021, 7:09 PM IST

  • ગુજરાતનું સાયબર સેલ હાઈટેક બન્યું
  • આગામી સમયમાં નવા ટૂલ્સ પણ ખરીદવામાં આવશે
  • પોલીસને મદદ મળી રહે માટે સાયબર ગુનામાં કડી શોધવામાં આ લેબ કરે છે મદદ

    ગાંધીનગરઃ ગુજરાત સાયબર સેલ દ્વારા બનાવવામાં આવેલી અત્યાધુનિક હાઈ ટેક સાયબર લેબ તૈયાર કરવામાં આવી છે. જયાં ગુજરાતભરના સાયબર ક્ષેત્ર સાથે જોડાયેલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબરને લાગતા ગુનાઓની કડી શોધી ભેદ ઉકેલવામાં મદદ કરવામાં આવી રહી છે.


    સાયબરના ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આ ગુનાઓને કાબૂમાં લાવવા અને ગુનેગારોની કડી શોધવામાં ગુજરાત સાયબર લેબ દ્વારા મદદ કરવામાં આવી રહી છે. ગાંધીનગર કર્મયોગી ભવન ખાતે ચાલી રહેલી આ લેબમાં ટેકનોલોજીથી સજ્જ સંશાધનોની મદદથી સાયબર ક્ષેત્રના ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવી રહ્યો છે. ખાસ કરીને આ માટે વિશિષ્ટ પ્રકારના ટુલ્સનો ઉપયોગ કરવામા આવે છે.


    ઓનલાઇન પદ્ધતિ મારફતે સુવિધા ભલે મળી પરંતુ ગુનાઓ પણ વધ્યાં છે

    સાયબરના ગુના બની રહ્યાં છે જેમાં પોલીસે પણ સાયબર ગુનાઓ સામે સકંજો કસવા તૈયાર થઈ રહી છે. આ અંગે વધુમાં જણાવતા સીઆઇડી ક્રાઇમના આઈ.જી.પી. સુભાષ ત્રિવેદીએ કહ્યું કે, ટેકનોલોજી વધારવાની સાથે સાથે સામાન્ય માણસ પણ સાયબર સ્પેસમાં પ્રવેશ કરી રહ્યો છે. ઓનલાઇન પદ્ધતિ મારફતે આ સરળતા વધી છે પરંતુ ગુનાઓ પણ વધ્યાં છે જે દુવિધા પણ ઉભી કરે છે જેથી સાયબરના ગુનાઓ આચરતા ગુનેગારો સામે પોલીસ પણ સજ્જ બની છે અને આ પ્રકારની લેબ દ્વારા અનેક પ્રકારના ગુનાઓ ઉકેલવામાં મદદરૂપ પણ થઈ રહી છે.


    હાઇટેક સાયબર લેબના સંશાધનોની આ છે કેટલીક વિશેષતાઓ

    આ સાયબર લેબ રાજ્યકક્ષાની સાયબર લેબ છે. દરેક પોલીસ સ્ટેશનને સાયબરને લગતા ગુનાઓ શોધવામાં મદદ કરે છે. આ પ્રકારની સાયબર લેબમાં ઓ.એસ. ટેમ્પરેચરના માધ્યમથી કામગીરી કરવામાં આવે છે જેના માટે કેટલાક સંસાધન વિકસાવવામાં આવ્યા છે. હાઈ કન્ફિગર્ડ સિસ્ટમની અંદર પેન ડ્રાઈવ, મોબાઈલ, લેપટોપ, ટેબલેટ સહિતના સંસાધનોના ડેટા ઘડીભરમાં મેળવી શકાય છે. 5 વર્ક સ્ટેશનની મદદથી કામગીરી કરવામાં આવી રહી છે. વર્ક સ્ટેશન એક પ્રકારના હાઈટેક કમ્પ્યૂટર છે. જેમાં 32 જીબીથી લઈને 128 જીબીની ક્ષમતા સાથેના પ્રોસેસર ધરાવરતા વર્ક સ્ટેશનો છે.
    વર્ક સ્ટેશન એક પ્રકારના હાઈટેક કમ્પ્યૂટર છે




લેબ માટે 2.51 કરોડના ખર્ચે ફોરેન્સિક ટૂલ્સ ખરીદવામાં આવ્યાં

સાયબર સેલમાં લાવવામાં આવેલા તમામ હાઇટેક સંસાધનોની ખરીદી એફ.એસ.એલ.ના અધિકારીઓને સૂચના અને તેમની હાજરીમાં થાય છે અત્યાર સુધી કુલ 2.51 કરોડના ખર્ચે ફોરેન્સિક ટૂલ્સ ખરીદવામાં આવ્યાં છે. લગભગ 20થી વધુ ફોરેન્સિક ટૂલ્સની મદદથી સાયબર ક્ષેત્રના દરેક પ્રકારના ગુના ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ લેબને વધુ હાઈ-ટેક બનાવવા માટે સીડીઆર ટાવર તેમજ મેમરી ફોરેન્સિક ટૂલ્સ આગામી સમયમાં ખરીદવામાં આવશે.

વિવિધ પ્રકારની ટેકનોલોજી સાથે ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવી રહ્યો છે




સાયબર લેબના આ છે મહત્વના સંસાધનો

પાસવર્ડ બ્રેકિંગ, ઈમેલ ડેટા રીકવરી, ડીવીઆર ફોરેન્સિક, નેટવર્ક ફોરેન્સિક, હાઈ એન્ડ સર્વર, સર્વિસ ટૂલ કીટ, કોમ્પ્યુટર ફોરેન્સિક, ડિજિટલ સ્ટોરેજ ઍકવીઝન સહિતના સંશાધનો લેબમાં અવેલેબલ છે. આ પ્રકારના એવા સંસાધનો છે કે જેના દ્વારા મોબાઈલ લેપટોપ સહિતના વિવિધ ગેજેટ્સમાં દરેક પ્રકારના ડેટાની વિગત મેળવી ગુનેગારોના ભેદ ઉકેલવામાં મદદ કરે છે.

આ પણ વાંચોઃ Cyber Crime ના પ્રકાર અને સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો જાણો

આ પણ વાંચોઃ અમદાવાદમાં સાયબર ક્રાઇમનો દર વધ્યું, 1 મહિનામાં 900 અરજીઓ આવી

ABOUT THE AUTHOR

...view details