ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં (Gujarat Corona Update) કોરોનાએ છેલ્લા 2 વર્ષનો રેકોર્ડ તોડયો છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં (Corona cases in Gujarat ) વધુમાં વધુ 14 હજાર જેટલા પોઝિટિવ કેસ એક દિવસમાં નોંધાયા હતા, જે ત્રીજી લહેરમાં 25 હજારની આસપાસ પોઝિટિવનો આંકડો આવતો, હવે ત્યાર બાદ છેલ્લા કેટલાય દિવસથી સતત કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે આજે ફેબ્રુઆરીની 10 તારીખે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2275 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 8172 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે ફર્યા છે. અને 21 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદ અને બરોડામાં 04 દર્દીના મૃત્યુઆંક સાથે સૌથી વધુ મૃત્યુ અમદાવાદમાં નોંધાયો છે.
આ પણ વાંચો:Gujarat Corona Update: 24 કલાકમાં 2,560 પોઝિટિવ કેસ નોંધાયા, 24 દર્દીના મૃત્યુ
અમદાવાદમાં કોરોના કેસ ઘટાડા પર
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર (Gujarat Health Department) પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યા છે, જેમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 700 જેટલા કેસો નોંધાયા છે, જ્યારે સુરત શહેરમાં 72, બરોડા શહેરમાં 292 અને રાજકોટમાં 84 કેસ નોંધાયા છે. જેમાંથી કુલ 8172 દર્દીઓએ કોરોનાને માત આપી છે.