ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોનાએ (Gujarat Corona Update) છેલ્લા 2 વર્ષનો રેકોર્ડ તોડયો છે, કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં વધુમાં (Corona cases in Gujarat) વધુ 14 હજાર જેટલા પોઝિટિવ કેસ (Corona positive case)એક દિવસમાં નોંધાયા હતા, ત્યારે અત્યારે 25 હજારની આસપાસ પોઝિટિવનો આંકડો જોવા મળતો હતો, હવે અત્યારે છેલ્લા કેટલાય દિવસથી સતત કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:Gujarat Corona Update: 24 કલાકમાં 8934 પોઝિટિવ કેસ નોંધાયા, 34 દર્દીના થયા મૃત્યુ
24 કલાકમાં 3837 કોરોના પોઝિટિવ કેસ
આજે 6 ફેબ્રુઆરીએ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3837 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 10,273 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે ફર્યા છે. આજે 19 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદમાં 06 દર્દીના મૃત્યુ આંક સાથે સૌથી વધુ મૃત્યુ અમદાવાદમાં નોંધાયા છે જ્યારે રાજકોટ 01 બરોડામાં 04, ગાંધીનગર 01, સુરતમાં 01 ભાવનગર કોર્પોરેશનમાં 1 મૃત્યુ નોંધાયું છે.
અમદાવાદમાં કોરોના કેસ ઘટાડા પર
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર (Gujarat Health Department ) પાડવામાં આવતી કોરોના ની યાદી માં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવતું રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યા છે જેમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 1262 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 147, બરોડા શહેરમાં 777 અને રાજકોટમાં 99 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 10,273 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
આ પણ વાંચો:Gujarat Corona Update : રાજ્યમાં કોરોના કેસમાં થયો ઘટાડો 24 કલાકમાં 9,395 પોઝિટિવ કેસ નોંધાયા, 30 દર્દીએ કોરોના સામે હારી જંગ
આજે 60,587 નાગરિકોનુ રસીકરણ થયું
આજે 6 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં કુલ 60,687 નાગરિકોને વેકસીન (Gujarat vaccination) આપવામાં આવી છે, જ્યારે 18થી 45 વર્ષની વયના 9588 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 15,741 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15થી 18 વર્ષના 7441 બાળકોનુ રસીકરણ કરવામાં આવ્યું છે, જ્યારે 10,838 બાળકોને બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત 10,352 નાગરિકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 9,96,09,935 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં એક્ટિવ કેસ 44,618
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 44,618 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 225 વેન્ટિલેટર પર અને 44,393 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,667 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 11,44,956 દર્દીઓએ કોરોનાને માત આપી છે, જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 95.39 ટકા સુધી પહોંચ્યો છે.