ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Corona Update : રાજ્યમાં કોરોના કેસમાં થયો ઘટાડો 24 કલાકમાં 9,395 પોઝિટિવ કેસ નોંધાયા, 30 દર્દીએ કોરોના સામે હારી જંગ

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના કેસમાં(Corona's case) ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 9395 લોકો કોરોનાથી સંક્રમિત(Corona positive case) થયા છે અને 30 લોકો કોરોના સામે જંગ હારી ગયા છે.

Gujarat Corona Update
Gujarat Corona Update

By

Published : Jan 30, 2022, 8:50 PM IST

ગાંધીનગર : રાજ્યમાં આજે 30 જાન્યુઆરીના રોજ કોરોનાના 9395 પોઝિટિવ કેસ(Corona positive case) નોંધાયા છે જેમાં 30 લોકોનું કોરોનાના કારણે મોત થયું છે. 16,066 દર્દીઓએ કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે. અમદાવાદમાં 08, રાજકોટમાં 03, વડોદરામાં 03, સુરતમાં 03, સુરત ગ્રામ્યમાં 03, ભરૂચ ગ્રામ્યમાં 03, જામનગર, મોરબી, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર અને રાજકોટ ગ્રામમાં 1-1 ના મૃત્યુ થયા છે.

અમદાવાદમાં સૌથી વધુ કેસ આવ્યા સામે

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદી પ્રમાણે છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવેતો રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના કેસ સામે આવ્યા છે, જેમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 3,582 કેસ, સુરત શહેરમાં 398, બરોડા શહેરમાં 1,598 અને રાજકોટમાં 522 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો :India Corona Update : 24 કલાકમાં 2,34,281 નવા કેસ નોંધાયા, 893 લોકોના મોત

આજે 88,117 નાગરિકોનું કરાયું રસીકરણ

આજે 30 જાન્યુઆરીના રોજ રાજ્યમાં કુલ 88,117 નાગરિકોને વેકસીન આપવામાં આવી છે. 18થી 45 વર્ષથી વયના 11,692 નાગરિકોને પ્રથમ ડોઝ, 32,667 નાગરિકોને બીજો ડોઝ, 15થી 18 વર્ષના 10,681 બાળકોને રસીકરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત 17,604 નાગરિકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 9,76,86,839 ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Gujarat Corona Update: રાજ્યમાં આજે કોરોનાના 11,974 કેસ નોંધાયા, 33 દર્દીઓએ કોરોના સામે હારી જંગ

રાજ્યમાં એક્ટિવ કેસ 91,320

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 91,320 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 278 વેન્ટિલેટર પર અને 91,042 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,438 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 10,52,222 દર્દીઓએ કોરોનાને માત આપી છે, જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 91.18 ટકા સુધી પહોંચ્યો છે.

ABOUT THE AUTHOR

...view details