ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને (Gujarat Corona Update) દિવસે વધી રહ્યું છે, ડિસેમ્બરની પહેલી તારીખની આસપાસ સમગ્ર ગુજરાતમાં ફક્ત 25થી 30 જેટલા જ પોઝિટિવ કેસ આવી રહ્યા હતા, પરંતુ જાન્યુઆરીના 14 તારીખે સમગ્ર રાજ્યમાં (Positive case in Gujarat ) છેલ્લા 24 કલાકમાં 10,019 કોરોના પોઝિટિવ કેસ (10,019 cases of corona in 24 hours) નોંધાયા છે, જેમાંથી 4831 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે ફર્યા છે, તો બીજી તરફ રાજ્યમાં 2 લોકોના કોરોનાથી મૃત્યુ(2 people died from corona) પણ થયા છે.
અમદાવાદમાં કોરોના ફાટ્યો
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યા છે, જેમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 3090 જેટલા કેસો નોંધાયા છે, જ્યારે સુરત શહેરમાં 2986, બરોડા શહેરમાં 1274 અને રાજકોટમાં 296 કેસ નોંધાયા છે, જ્યારે કુલ 4831 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
આજે 38,446 નાગરિકોને રસીકરણ થયું
આજ રોજ 14 જાન્યુઆરીના રોજ રાજ્યમાં કુલ 38,446 નાગરિકોને વેકસીન આપવામાં આવી છે, જ્યારે 18 વર્ષથી વધુ વયના 5679 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો, જ્યારે 12,277 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ઉપરાંત 15થી 18 વર્ષના 7550 બાળકો રસીકરણ કરવામાં આવ્યું છે, ઉપરાંત 7017 નાગરિકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 9,44,83,364 નાગરિકોને રસીકરણ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં એક્ટિવ કેસ 55,798
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 55,798 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 54 વેન્ટિલેટર પર અને 55,744 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,144 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,40,971 દર્દીઓએ કોરોનાને માત આપી છે, જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 92.73 ટકા સુધી પહોંચ્યો છે.