ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Corona Update: આજે રાજ્યમાં 9941 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં

ગુજરાતમાં આજે 9941 કોરોના (Gujarat Corona Update)ના પોઝિટિવ કેસ નોંધાયા છે અને 4 લોકોના મોત થયા છે, આજે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો એક પણ કેસ સામે આવ્યો નથી.

Gujarat Corona Update
Gujarat Corona Update

By

Published : Jan 12, 2022, 9:00 PM IST

Updated : Jan 12, 2022, 9:56 PM IST

ગાંધીનગર: ગુજરાતમાં આજે કોરોનાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. રાજ્યમાં પ્રથમ વખત કોરોનાના કેસ 9,000ને પાર પહોચ્યા છે. ગઇકાલે કોરોનાના કેસમા ધટાડો નોંધાયો હતો પરંતુ આજે આંકડામાં મોટો ઘડાકો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9,941 કેસ(9,941 cases of corona in 24 hours) નોંધાયો છે. બીજી તરફ રાજ્યમાં 4 લોકોના કોરોનાથી મૃત્યુ(4 people died from corona) પણ થયા છે, આજે 3,449 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે, અત્યાર સુધીમાં કુલ 8,31,855 લોકોએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 93.92 ટકા જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કુલ 43,726 એક્ટિવ કેસ છે, જે પૈકી 51 નાગરિકો વેન્ટીલેટર પર છે, 43,675 લોકો સ્ટેબલ છે.

કયા શહેરમાં કેટલા કેસો સામે આવ્યા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9941 કેસો સામે આવ્યા છે, જેમા શહેર પ્રમાણે જોઇએ તો, અમદાવાદમાં 3843, સુરતમાં 2505, વડોદરામાં 776, રાજકોટમાં 319, સુરત જિલ્લામાં 265, વલસાડમાં 218, ભરૂચમાં 217, ગાંધીનગર શહેરમાં 150, નવસારીમાં 147, ભાવનગર શહેરમાં 130, કચ્છમાં 105, મોરબીમાં 102, આણંદમાં 98, ગાંધીનગરમાં 94, ખેડામાં 94, વડોદરામાં 86, જામનગર શહેરમાં 77, મહેસાણામાં 63, અમદાવાદ શહેરમાં 61, દેવભૂમિ દ્વારકામાં 56, રાજકોટમાં 56, બનાસકાંઠમાં 53, પાટણમાં 49, જૂનાગઢ શહેરમાં 39, ગીરસોમનાથમાં 38, સાબરકાંઠામાં 35, સુરેન્દ્રનગરમાં 34, દાહોદમાં 30, અમરેલીમાં 26, ભાવનગરમાં 26, પંચમહાલમાં 26, જામનગરમાં 24, મહીસાગરમાં 20, નર્મદામાં 20, તાપીમાં 19, પોરબંદરમાં 14, અરવલ્લીમાં 7, ડાંગમાં 5, બોટાદમાં 2 અને છોટાઉદેપુરમાં 1 કેસ સામે આવ્યો છે.

કચ્છમાં 105 કોરોનાના કેસ આવ્યો સામે

આજે કચ્છ જિલ્લામાં 105 પોઝિટિવ કેસો નોંધાયા છે, જેથી જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 402 પહોંચી છે, તો આજે 70 દર્દીઓ સાજા થતા તેમને ડીસચાર્જ કરવામાં આવ્યા હતા. જિલ્લામાં નવા વેરિયન્ટ ઓમીક્રોનના આજે એક પણ કેસ નોંધાયો નથી.

જૂનાગઢમાં કોરોનાના કેસોમાં થયો વધારો

જૂનાગઢ જિલ્લામાં આજે 50 જેટલા કેસો કોરોનાના નોંધાયા છે. જિલ્લામાં કોરોનાથી એક પણ મૃત્યુ થયું નથી, 20 જેટલા લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 2,440 અને જિલ્લામાં 3,780 લોકોને રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં કેટલું રસીકરણ?

આજના દિવસમાં કુલ 3,02,033 વ્યક્તિઓનું રસીકરન કરવામાં આવ્યું છે. જેમાં વિગતવાક આંકડા જોઇએ તો 840 હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કરોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 10,332 લોકોને પ્રથમ અને 24,468 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 18થી 45 વર્ષના નાગરિકો પૈકી 53,538ને રસીનો પ્રથમ અને 65,036ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15થી 18 વર્ષના 46,650 બાળકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, 1,01,129 નાગરિકોને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 9,41,33,701 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Gujarat Corona Update: આજે રાજ્યમાં 7476 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં

આ પણ વાંચો : Gujarat Corona Update: આજે રાજ્યમાં 6097 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં

Last Updated : Jan 12, 2022, 9:56 PM IST

ABOUT THE AUTHOR

...view details