- છેલ્લા 24 કલાકમાં 24 પોઝિટિવ કેસમાં વધારો નોંધાયા
- સમગ્ર રાજ્યમાં ફક્ત 5 કોર્પોરેશન અને 3 જિલ્લામાં કેસ
- છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત નહીં
ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોનાના (Gujarat Corona Update) કેસ એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતા, ત્યારે બાદ હવે જૂન બાદ કેસો ઓછા થયા છે, ત્યારે રાજ્યમાં ફરી કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે, નવેમ્બર માસની 4 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 5 કોર્પોરેશન જેવા કે બરોડા, સુરત, અમદાવાદ, જૂનાગઢ અને જામનગરમાં કેસ નોંધાયા છે, જ્યારે 33 જિલ્લામાંથી ફક્ત 3 જિલ્લાઓ જેમાં જૂનાગઢ, વલસાડ અને રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 24 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. (Festival Season)
રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં રાજ્યના 5 કોર્પોરેશન જેવા કેબરોડા, સુરત, અમદાવાદ, જૂનાગઢ અને જામનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 4 પોઝિટિવ કેસ નોંધાયા છે.
આજે 1,84,951 નાગરીકો વેક્સિન અપાઈ