ગુજરાત

gujarat

Gujarat Corona Update: રાજ્યમાં 24 કલાકમાં 24 પોઝિટિવ કેસ નોંધાયા, 18 દર્દીઓએ આપી કોરોનાને માત

By

Published : Sep 28, 2021, 9:30 PM IST

ગુજરાત રાજ્યમાં કોરોના ( Gujarat Corona Update)ની બીજી લહેર બાદ કેસ સતત ઘટી રહ્યા છે, ત્યારે 26 સપ્ટેમ્બરે સમગ્ર રાજ્યમાં 5 કોર્પોરેશન જેવા કે, વડોદરા અને સુરત, રાજકોટ, ભાવનગરમાં જ સિંગલ ડિજિટમાં કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 24 કોરોના(Corona Virus in Gujarat) પોઝિટિવ કેસ નોંધાયા છે.

Gujarat Corona Update
Gujarat Corona Update

  • છેલ્લા 24 કલાકમાં 24 પોઝિટિવ કેસ નોંધાયા
  • સમગ્ર રાજ્યમાં ફક્ત 5 કોર્પોરેશન અને 4 જિલ્લામાં કેસ
  • છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મૃત્યુ નહી

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોના( Gujarat Corona Update)ના કેસ એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતા, ત્યારે હવે જૂન-જુલાઈ અને ઓગસ્ટમાં કેસ ઘટી રહ્યા હતા. કોરોના સંક્રમણ (Corona Virus in Gujarat)ને કાબુમાં લાવવા રાજ્ય સરકાર સફળ નીવડી છે, ત્યારે 28 સપ્ટેમ્બરે પણ સમગ્ર રાજ્યમાં 5 કોર્પોરેશન જેવા કે, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર અને ભાવનગરમાં જ સિંગલ ડિજિટમાં કેસ નોંધાયા છે, જ્યારે 33 જિલ્લામાંથી ફક્ત 4 વલસાડ, સુરત, જામનગર અને નવસારીમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 24 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 5 કોર્પોરેશન જેવા કે, સુરત, બરોડા, અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવના સિંગલ ડિજિટ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 3 પોઝિટિવ કેસ નોંધાયો નથી, જ્યારે એક પણ દર્દીને રજા આપવામાં આવી નથી.

આજે 3,15,813 નાગરિકોને અપાઇ વેક્સિન

25 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં કુલ 3,15,813 નાગરિકોને વેક્સિન આપવામાં આવી છે, જ્યારે 18 વર્ષથી વધુ વયના 1,14,839 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 1,12,941 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ સમગ્ર રાજ્યમાં કુલ 6,03,36,757 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 150 નીચે

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 148 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 5 વેન્ટિલેટર પર અને 143 દર્દીઓ સ્ટેબલ છે અને દર્દીના સારવાર દરમિયાન કુલ મૃત્યુ 10,082 નોંધાયા છે. જ્યારે અત્યારસુધીમાં કુલ 8,15,666 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details