ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના 21 પોઝિટીવ કેસ, એકપણ મૃત્યુ નહિં

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદી મુજબ 10 ઓગસ્ટે રાજ્યના 4 કોર્પોરેશન અને 3 જિલ્લાના વિસ્તારોમાં કોરોના પોઝિટિવના સિંગલ ડિજિટ કેસ નોંધાયા છે. જ્યારે બાકીના તમામ જિલ્લાઓ અને રાજકોટ અને ભાવનગર કોર્પોરેશનમાં એક પણ કેસ નોંધાયો નથી. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 07 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 04 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.

Gujarat Corona Update
Gujarat Corona Update

By

Published : Aug 10, 2021, 10:41 PM IST

  • 24 દર્દીઓએ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 00 દર્દીનું મોત
  • અમદાવાદમાં 07, બરોડા 02, સુરત 05 અને રાજકોટમાં 01 કેસ

ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો ત્યારે મેં અને જૂન મહીના બાદ હવે જુલાઈ મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે, જ્યારે આજે 10 ઓગસ્ટના રોજ રાજ્યમાં 30થી ઓછા કેસ સામે આવ્યા છે, જેમાં 21 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આજે 24 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે અને એક પણ દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ થયું નથી. ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો- Gujarat corona update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 19 કેસ, એક પણ મૃત્યુ નહીં

10 ઓગસ્ટે 5,00,105 લોકોએ વેક્સિન લીધી

જ્યારે રાજ્યમાં આજે 5,00,105 વ્યક્તિને વેક્સિન આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના વેક્સિન લેનારા લોકોની સંખ્યા 3,76,32,704 થઈ છે. વેક્સિનેશન માટે પાત્રતા ધરાવતા 18 થી વધુ ઉંમરના કુલ 3,09,997 નાગરિકને પ્રથમ ડોઝ અને 24,333 નાગરિકોને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. રાજયમાં આજ સુધીમાં 3.76 કરોડ કરતા વધુ વેક્સિનેશનના ડોઝ આપવામાં આવ્યા છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 210થી નીચે

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે, કુલ 206 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 04 વેન્ટિલેટર પર અને 202 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,077 દર્દીના સારવાર દરમિયાન નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,14,802 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.75 ટકા સુધી પહોંચ્યો છે.

ABOUT THE AUTHOR

...view details