- રાજ્યના દરેક જિલ્લામાં પોઝિટિવ કેસ 10થી નીચે
- છેલ્લા 24 કલાકમાં 19 પોઝીટીવ કેસ નોંઘાયા
- રાજ્યમાં 17 દર્દીઓ કોરોનાને માત આપી
ગાંધીનગર :રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો ત્યારે મે અને જૂન મહીના બાદ હવે જુલાઈ મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો શનિવારે રાજ્યમાં 30થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 19 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. 17 દર્દીઓએ કોરોનાને મત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ થયું નથી. ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 4 કોર્પોરેશન અને 6 જિલ્લાના વિસ્તારોમાં કોરોના પોઝિટિવના સિંગલ ડિજિટમાં કેસ નોંધાયા છે. જ્યારે બાકીના તમામ જિલ્લાઓ અને રાજકોટ અને ભાવનગર કોર્પોરેશનમાં એક પણ કેસ નોંધાયા નથી. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 3 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.
આજે 5,51,121 નું રસીકરણ થયું