ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Corona Update: છેલ્લા 24 કલાકમાં 36 પોઝિટીવ કેસ, 7 કોર્પોરેશન અને 13 જિલ્લામાં કેસ નોંધાયા

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદી મુજબ 23 જુલાઈના રોજ રાજ્યના 7 કોર્પોરેશન અને 13 જિલ્લાના વિસ્તારોમાં કોરોના પોઝિટિવના સિંગલ ડિજિટ કેસ નોંધાયા છે. જ્યારે બાકીના તમામ જિલ્લા અને ફક્ત ગાંધીનગર કોર્પોરેશનમાં એક પણ કેસ નોંધાયા નથી. જ્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 08 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 18 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.

Gujarat Corona Update
Gujarat Corona Update

By

Published : Jul 23, 2021, 9:19 PM IST

  • રાજ્યમાં કોરોના પર કંન્ટ્રોલ
  • રાજ્યના તમામ જિલ્લામાં પોઝિટિવ કેસ 10થી નીચે
  • 61 દર્દીઓ કોરોનાને માત આપી

ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો ત્યારે મેં અને જૂન મહીના બાદ હવે જુલાઈ મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે 23 જુલાઈના રોજ રાજ્યમાં 40થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 36 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે 61 દર્દીઓએ કોરોનાને માત આપી ઘરે પરત ફર્યા છે અને એક પણ દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ થયું નથી. ઉપરાંત, રાજ્યના તમામ જિલ્લાઓમાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો- Gujarat Corona Update: રાજયમાં છેલ્લા 24 કલાકમાં 34 કેસ નોંધાયા, એક પણ મૃત્યું નહિં

23 જૂલાઈએ 3,55,953 લોકોનું વેક્સિનેશન કરાયું

જ્યારે રાજ્યમાં આજે 23 જુલાઈના રોજ 3,55,953 વ્યક્તિને રસી આપવામાં આવી છે, રાજ્યમાં કોરોના રસીના ડોઝ લેનારાની લોકોની સંખ્યા 3,10,11,525 થઈ છે. રસીકરણ માટે પાત્રતા ધરાવતા 18થી વધુ ઉંમરના કુલ 1,87,827 નાગરિકને પ્રથમ ડોઝ અને 8630 નાગરિકોને બિજો ડોઝ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો- Gujarat Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 33 પોઝિટિવ કેસ નોંધાયા, એકનું મૃત્યુ

રાજ્યમાં એક્ટિવ કેસ 400થી નીચે

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે, કુલ 345 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 05 વેન્ટિલેટર પર અને 340 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,076 દર્દીના સારવાર દરમિયાન નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,14,223 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.74 ટકા સુધી પહોંચ્યો છે.

ABOUT THE AUTHOR

...view details