- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 37 કેસ
- છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 01 દર્દીનું મોત
- છેલ્લા 24 કલાકમાં કુલ 110 દર્દીઓ સ્વસ્થ થયા
ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મેં અને જૂન મહીના બાદ હવે જુલાઈ મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે, રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 50થી પણ ઓછા કેસ સામે આવ્યા છે, જેમાં છેલ્લા 24 કલાકની અંદર 37 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આજે શનિવારે સૌથી વધુ 110 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 01 દર્દીનું કોરોનાથી મોત થયું છે.
આ પણ વાંચો:Gujarat Corona Update: કોરોનાના કુલ 39 નવા કેસ નોંધાયા, એક પણ મૃત્યુ નહીં
રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના તમામ જિલ્લાઓ અને 8 કોર્પોરેશન વિસ્તારોમાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસનો આંકડો નોંધાયો છે, જ્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 06 પોઝિટિવ કેસ નોંધાયા ત્યારે 35 જેટલા દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્યના અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર ગ્રામ્ય, ગાંધીનગર કોર્પોરેશન 21 જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.