- છેલ્લા 24 કલાકમાં એક પણ વ્યક્તિનું મૃત્યુ નહીં
- રિકવરી રેટ 99ની નજીક પહોંચ્યો
- 50ની અંદર કોરોના પોઝિટિવ દર્દીનો આંક
ગાંધીનગર(Corona Update): કોરોનાની બીજી લહેર(Second Wave of Corona) બાદ રાજ્યમાં સતત પોઝિટિવ કેસ(Corona Positive)માં ઘટાડો નોંધાતો જોવા મળી રહ્યો છે. જેમાં 11 જૂલાઈ સૌથી ઓછા કેસ કોરોના દર્દીઓના નોંધાયા છે. જ્યારે એક પણ વ્યક્તિનું મૃત્યુ કોરોનાના કારણે થયું નથી. આગામી દિવસોમાં આ જ રીતે કોરોના પર કંટ્રોલ રહ્યો તો ગુજરાતમાં કોરોનાના કેસો ઘણા ઓછા થઈ શકે છે. જો કે, ત્રીજી લહેરની (Third Wave Of Corona) તૈયારીઓ પણ સરકાર દ્વારા પૂરજોશમાં કરવામાં આવી રહી છે. જેથી સંભવિત ત્રીજી લહેર આવે છે તો પણ શક્ય છે કે, બીજી લહેર જેવો સામનો ન કરવો પડે.
આ પણ વાંચો: રાજ્યમાં આજે પણ કોરોનાથી એકય મોત નહિ, કુલ 53 પોઝિટિવ કેસ નોંધાયા
22 જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નહીં, 12 જિલ્લામાં એક એક કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી પ્રમાણે, મોટા શહેરો અને મહાનગર પાલિકાઓમાં સતત કેસ ઘટી રહ્યા છે. સૌથી વધુ કેસો જોવા મળેલા અમદાવાદમાં પણ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 7 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 108 જેટલા દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્યના અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર ગ્રામ્ય, અમરેલી, બનાસકાંઠા, કોર્પોરેશન, ગાંધીનગર , જૂનાગઢ સહિત 22 જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.