- રાજ્યમાં કોરોના પર કંન્ટ્રોલ
- રાજ્યમાં બીજા દિવસે પણ એક પણ મોત નહિ
- છેલ્લા 24 કલાકમાં 62 પોઝીટીવ કેસ નોંઘાયા
- 534 દર્દીઓએ કોરોનાને માત આપી
- છેલ્લા 24 કલાકમાં 00 દર્દીના મોત નિપજ્યા
- અમદાવાદમાં 15 સુરત 09 બરોડા 06 અને રાજકોટમાં 06 કેસ
ગાંધીનગર:રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5,000થી વધુ જ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે આજે અનેક દિવસો બાદ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 15 પોઝિટિવ કેસ નોંધાયા છે. 363 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. રાજ્યના 18 જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.
આ પણ વાંચો: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 65 કેસ, એક પણ દર્દીનું મુત્યુ નહીં
રાજયમાં ગુરુવાર અને શુક્રવારે રસીકરણ બંધ, આજે 2,17,786 વ્યક્તિનું રસીકરણ થયું