- છેલ્લા 24 કલાકમાં નવા 70 કેસ
- 190 દર્દીઓ કોરોનાને માત આપી
- છેલ્લા 24 કલાકમાં 2 દર્દીના થયા મોત
ગાંધીનગર: રાજ્યમાં કોરોના ( Gujarat Corona Update ) માં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં રવિવારે પણ 100થી ઓછા કેસ સામે આવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 70 કેસ નોંધાયા છે. આજે રવિવારે વધુ 128 દર્દીઓએ કોરોનાને માત આપી છે. છેલ્લા 24 કલાકમાં 02 દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું છે.
અમદાવાદમાં કોરોનાના કેસમાં ઘટાડો
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદી પ્રમાણે છેલ્લા કેટલાય દિવસોથી અમદાવાદમાં કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં 19 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 25 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. આ ઉપરાંત સુરતમાં 10, વડોદરામાં 03 અને રાજકોટમાં 08 કેસ નોંધાયા છે.