ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Corona Update : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 112 પોઝિટિવ કેસ, ત્રણના મોત - Ahmedabad Corona News

રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસ ( Gujarat Corona Update ) માં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે મહીના બાદ હવે જૂન મહિના પણ સતત પોઝિટિવ કેસ( Corona Case Gujarat )માં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે ગુરૂવારે ફરીવખત રાજ્યમાં 1,000થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 112 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

Gujarat Corona Update
Gujarat Corona Update

By

Published : Jun 27, 2021, 9:20 PM IST

  • છેલ્લા 24 કલાકમાં 112 પોઝિટિવ કેસ નોંધાયા
  • 305 દર્દીઓ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 3 દર્દીના મોત નિપજ્યા

ગાંધીનગર : રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસ ( Gujarat Corona Update )માં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે મહીના બાદ હવે જૂન મહિના પણ સતત પોઝિટિવ કેસ ( Corona Case Gujarat ) માં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે રવિવારે રાજ્યમાં 150થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 112 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે જ્યારે આજે રવિવારે વધુ 305 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 3 જેટલા દર્દીના કોરોનાથી મૃત્યુ પણ નોંધાયા છે.

Gujarat Corona Update

આ પણ વાંચો: શનિવારેરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 122 પોઝિટિવ કેસ નોંધાયા, 3 દર્દીના થયા મોત

રાજ્યમાં કેટલા લોકોનું થયું વેક્સિનેશન

રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન (Vaccination) ઝડપી બનાવવામાં આવ્યું છે. જેમાં આજે રવિવારે 2,40,958 વ્યક્તિનું રસીકરણ (Vaccination) કરવામાં આવ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,48,79,127 વ્યક્તિને રસી(vaccine) આપવામાં આવી છે. જ્યારે આજે 18 વર્ષથી વધુની ઉંમરના કુલ 1,41,791 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: શુક્રવારેરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 123 પોઝિટિવ કેસ, 03ના મોત

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 3,687 એક્ટિવ કેસ છે. જેમાં 21 વેન્ટિલેટર પર અને 3,666 દર્દીઓ સ્ટેબલ છે. તેમજ કુલ 10,051 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,09,506 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.33 ટકા સુધી પહોંચ્યો છે.

ABOUT THE AUTHOR

...view details