- બુધવારે રાજ્યમાં 935 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા
- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 5 દર્દીના મોત નિપજ્યા
- અમદાવાદમાં 46, વડોદરામાં 25, સુરતમાં 47 અને રાજકોટમાં 19 કેસ
ગાંધીનગર : રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. ત્યારે મે મહીના બાદ હવે જૂન મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 298 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 935 દર્દીઓએ કોરોના ને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 5 દર્દીઓના કોરોનાથી મૃત્યુ નોંધાયા છે.
ફક્ત 4 જિલ્લામાં કોરોનાથી મૃત્યુ નોંધાયા, કુલ મૃત્યુ 10,012
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી કોરોના અપડેટમાં સામે આવ્યું છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 4 જ જિલ્લામાં કોરોનાથી દર્દીઓના મૃત્યુ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કુલ 5 દર્દીના મૃત્યુ થયા છે, જ્યારે અન્ય એક પણ જિલ્લામાં મૃત્યુ નોંધાયા નથી. જેથી રાજ્યમાં કોરોનાનો મૃત્યુઆંક 10,012 પહોંચ્યો છે.