- 1,106 દર્દીઓ કોરોનાને માત આપી
- છેલ્લા 24 કલાકમાં 06 દર્દીના મોત નિપજ્યા
- અમદાવાદમાં 47, બરોડા 37, સુરત 54 અને રાજકોટમાં 19 કેસ
ગાંધીનગર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોના યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5000 થી વધુ જ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે આજે અનેક દિવસો બાદ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 47 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 174 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોના ને માત આપી છે. જ્યારે બરોડા 37 સુરત 54 અને રાજકોટમાં 19 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો: Gujarat Corona Update: રાજ્યમાં 24 કલાકમાં 455 કોરોનાના કેસો નોંધાયા જ્યારે 1,063 દર્દીઓએ કોરોનાને માત આપી
ફક્ત 5 જિલ્લામાં કોરોનાથી મૃત્યુ નોંધાયા, કુલ મૃત્યુ 10,003
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી કોરોના અપડેટમાં સામે આવ્યું છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 5 જ જિલ્લામાં તેનાથી દર્દીના મૃત્યુ નોંધાયા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં કુલ છ દર્દીના મૃત્યુ થયા છે. આ ઉપરાંત સુરત, અમદાવાદ, ભરૂચ, અમદાવાદ ગ્રામ્ય, અને સુરત ગ્રામ્યમાં મૃત્યુ નોંધાયા છે. જ્યારે અન્ય એક પણ જિલ્લામાં મૃત્યુ નોંધાયા નથી. જે રાજ્યમાં કોરોનાથી મૃત્યુઆંક 10,000ની પાસે પહોંચ્યો છે. રાજ્યમાં કુલ 10,003 મૃત્યુ નોંધાયા છે.