- રાજ્યમાં Corona પર કંન્ટ્રોલ
- 24 કલાકમાં 695 Positive Case નોંઘાયા
- 2,122 દર્દીઓ Coronaને માત આપી
- 24 કલાકમાં 11 દર્દીના મોત નિપજ્યા
- અમદાવાદમાં 108, બરોડા 99, સુરત 79 અને રાજકોટમાં 32 કેસ
ગાંધીનગર:રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસ(Corona Case)માં સતત વધારો થઈ રહ્યો હતો ત્યારે મેં મહિના બાદ હવે જૂન મહિના પણ સતત પોઝિટિવ કેસ(Positive Case)માં ઘટાડો નોંધાઇ રહ્યો છે. ગત 24 કલાકમાં સોમવારે રાજ્યમાં 1,000થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 695 કોરોનાના પોઝિટિવ કેસ(Corona Positive Case) નોંધાયા છે. આ સાથે જ આજે સોમવારે 2,122 દર્દીઓએ કોરોના(Corona)ને માત આપી છે. જેથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગત 24 કલાકમાં 11 દર્દીઓએ કોરોના(Corona)ને કારણે જીવ ગુમાવ્યો છે.
આ પણ વાંચો:Gujarat Corona Update: 778 પોઝિટિવ કેસ નોંધાયા, 11 દર્દીના મોત
અમદાવાદમાં Corona Case ઓછા થયા
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોના(Corona)ની યાદી મુજબ છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 108 કોરોના પોઝિટિવ કેસ(Corona Positive Case) નોંધાયા છે, જ્યારે 234 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોના(Corona)ને માત આપી છે, જ્યારે બરોડા 99, સુરત 79 અને રાજકોટમાં 32 કેસ નોંધાયા છે.