ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Corona Update: 24 કલાકની અંદર 848 Coronaના કેસો નોંધાયા, 2.26 લાખથી વધુને વેક્સિન અપાઈ - કોરોના વેક્સિન

રાજ્યમાં ગત 24 કલાકની અંદર 848 કોરોના પોઝિટિવ કેસો(Corona Positive Case) નોંધાયા છે, જ્યારે આજે રવિવારે 2,915 દર્દીઓ કોરોના(Corona)ને માત આપીને ઘરે પરત ફર્યા છે. ગત 24 કલાકમાં 12 દર્દીઓનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયાં છે. જો કે, બીજી લહેરની શરૂઆતમાં જે મૃત્યુ આંક હતો તેમાં ઘણો ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં મે મહિનામાં બાદ જૂનમાં પણ સતત કેસોમાં મોટો ઘટાડો માર્ચ-એપ્રિલની સરખામણીએ થઈ રહ્યો છે. રિકવરી રેટ પણ 96.58 ટકા સુધી પહોંચ્યો છે, જ્યારે રસીકરણ(Vaccination)ની જો વાત કરવામાં આવે તો 2 લાખ 26 હજારથી વધુ લોકોને રસી અપાઈ છે.

Gujarat Corona Update
ગુજરાત કોરોના અપડેટ

By

Published : Jun 6, 2021, 10:48 PM IST

  • 24 કલાકમાં કોરોના પોઝિટિવ(Corona Positive)નો આંક 1 હજારની અંદર
  • 2,915 દર્દીઓએ કોરોના(Corona)ને માત આપી ઘરે પરત ફર્યા
  • રિકવરી રેટ પણ 96.58 ટકા સુધી પહોંચ્યો
    ગુજરાત કોરોના અપડેટ

ગાંધીનગર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રવિવારના રોજ કોરોના(Corona)ની યાદી બહાર પાડવામાં આવી હતી એ મુજબ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 848 પોઝિટિવ કેસ(Positive Case) નોંધાયા છે. કોરોના પોઝિટિવ કેસો(Corona Positive Case)નો આંકડો 1 હજારની અંદર પહોંચ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોના(Corona)ના કેસો જોવા જઈએ તો 126, બરોડામાં પણ 126, જ્યારે સુરતમાં આ બન્ને શહેરો કરતા ઓછા 91 કેસો નોંધાયા છે. અન્ય શહેરોમાં પણ આ આંક ઘટ્યો છે.

આ પણ વાંચોઃ Gujarat Corona Update : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,871 કેસ નોંધાયા, 5,146 દર્દીઓ ડિસ્ચાર્જ

લોકોની જાગૃતિના કારણે રસીકરણ(Vaccination) વધ્યું, આજે 2,26,335 લોકોએ રસી લીધી

રાજ્ય સરકારની યાદી મુજબ આજે રવિવારે 2,26,335 વ્યક્તિનું રસીકરણ થયું હતું. રાજ્યમાં કોરોના(Corona) સામે લડવા વેક્સિનેશન(Vaccination) ઝડપી બનાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારે નવા વેક્સિનના ડોઝ આવતા 18 વર્ષથી ઉપરના માટે તમામ જિલ્લામાં વેક્સિન પ્રક્રિયા વેગવંતી બનાવી છે. 18થી 45 વર્ષના 1,82,569 લોકોને રસી અપાઈ હતી. 10 જિલ્લાઓ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ રસીકરણ 18 પ્લસના લોકોને આપવાની છૂટ આપતા રસીકરણ વધ્યું છે. અત્યાર સુધી 1,84,04,654 લોકોનું રસીકરણ(Vaccination) કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Gujarat Corona Update: છેલ્લા 24 કલાકમાં 7,109 કોરોના દર્દીઓ થયા સ્વસ્થ

18,008 એક્ટિવ કેસ(Active Case) જ્યારે 371 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લાઈ હ્યા છે

વર્તમાન પરિસ્થિતિ જોવા જઈએ તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 18,008 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 17,637 કેસો સ્ટેબલ છે જ્યારે વેન્ટિલેટર 371 દર્દીઓ છે. અત્યાર સુધી સરકારની આ યાદી મુજબ 9,933 દર્દીના સારવાર દરમિયાન દુઃખદ મૃત્યુ નિપજયા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 7,88,293 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ સાથએ જ ગુજરાતમાં રિકવરી રેટ 96.58 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ Gujarat corona update: છેલ્લાં 24 કલાકમાં 9,302 દર્દીઓ થયા સ્વસ્થ

ABOUT THE AUTHOR

...view details