ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Corona Update : છેલ્લા 24 કલાકમાં 1,207 પોઝિટિવ કેસ, 3018 દર્દીઓ ડિસ્ચાર્જ

રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે મહિનામાં હવે સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. ગત 24 કલાકમાં 1,207 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

Gujarat Corona Update
Gujarat Corona Update

By

Published : Jun 3, 2021, 8:46 PM IST

  • છેલ્લા 24 કલાકમાં 1207 પોઝિટિવ કેસ નોંઘાયા
  • 3,018 દર્દીઓ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 17 દર્દીના મોત નિપજ્યા

ગાંધીનગર : રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. ત્યારે મે મહીના બાદ પોઝિટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે, જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,207 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 3,018 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 17 જેટલા દર્દીના કોરોનાથી મૃત્યુ પણ નોંધાયા છે. જ્યારે કોરોનાથી થતા મૃત્યુમાં પણ મંગળવાર કરતા વધારો નોંધાયો છે.

Gujarat Corona Update

અમદાવાદમાં કોરોના કેસનો આંકડો 200ની નીચે

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસોથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5000થી વધુ જ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે અનેક દિવસો બાદ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 191 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 441 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. જ્યારે વડોદરામાં 132, સુરતમાં 80 અને રાજકોટમાં 57 કેસ નોંધાયા છે.

Gujarat Corona Update

ગુરૂવારે 1,75,359 વ્યક્તિઓનું રસીકરણ થયું

રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે. જેમાં બુધવારે 1,75,359 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 1,76,39,672 વ્યક્તિને રસી આપવામાં આવી છે. જ્યારે આજે 18 વર્ષ થી વધુની ઉંમરના વ્યક્તિઓને 10 જિલ્લામાં 98,288 વ્યક્તિઓને રસીકરણ કરવામાં આવ્યું છે.

Gujarat Corona Update

વર્તમાન પરિસ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 24,404 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 429 વેન્ટિલેટર પર અને 23,975 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 9890 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 7,78,976 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 95.78 ટકા સુધી પહોંચ્યો છે.

ABOUT THE AUTHOR

...view details