- રાજ્યમાં કોરોના(corona) પર કંન્ટ્રોલ
- ગત 24 કલાકમાં 1,561 પોઝિટિવ કેસ નોંઘાયા
- 4,869 દર્દીઓએ કોરોનાને આપી માત
- છેલ્લા 24 કલાકમાં 22 દર્દીના મોત
- અમદાવાદમાં 256, બરોડા 172, સુરત 172 અને રાજકોટમાં 86 કેસ
ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના(corona) કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે મહિનામાં હવે સતત પોઝિટિવ કેસ(positive case)માં ઘટાડો નોંધાઇ રહ્યો છે. ગત 24 કલાકમાં 1,561 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આજે સૌથી વધુ 4,869 દર્દીઓએ કોરોનાને મોત આપીને ઘરે પરત ફર્યા છે, જ્યારે ગત 24 કલાકમાં 22 જેટલા દર્દીનું કોરોનાથી મૃત્યુ પણ નોંધાયું છે, જ્યારે આજે મંગળવારે કોરોનાથી થતા મૃત્યુમાં પણ વધારો થયો છે.
આ પણ વાંચોઃ Gujarat Corona Update : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,871 કેસ નોંધાયા, 5,146 દર્દીઓ ડિસ્ચાર્જ
અમદાવાદમાંં કોરોનાના કેસ ઓછા થયા
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં ગત કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે ગત 24 કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં 256 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 825 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે, જ્યારે બરોડા 172, સુરત 172 અને રાજકોટમાં 86 કેસ નોંધાયા છે.
આ પણ વાંચોઃ Gujarat Corona Update: છેલ્લા 24 કલાકમાં 7,109 કોરોના દર્દીઓ થયા સ્વસ્થ