ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં કોરોના પર કન્ટ્રોલઃ છેલ્લા 24 કલાકમાં 4,251 પોઝિટિવ કેસ નોંધાયા - કોરોના વાયરસ સલામતી

રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે મહિનામાં હવે સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 4,251 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે દ આજે શુક્રવારે સૌથી વધુ 8,783 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાત કોરોના અપડેટ

By

Published : May 21, 2021, 10:17 PM IST

  • રાજ્યમાં કોરોના પર કન્ટ્રોલ
  • છેલ્લા 24 કલાકમાં 4,251 પોઝિટિવ કેસ નોંઘાયા
  • 8,783 દર્દીઓ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 65 દર્દીના મોત નિપજ્યાં
  • અમદાવાદમાં 803, બરોડા 367, સુરત 269 અને રાજકોટમાં 175 કેસ

ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે મહિનામાં હવે સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 4,251 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે દ આજે શુક્રવારે સૌથી વધુ 8,783 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 65 જેટલા દર્દીનું કોરોનાથી મોત થયું છે. આમ આજે મૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે.

અમદાવાદમાં કોરોનાના 1,000થી ઓછા કેસ

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં ગત કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 803 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ 1,346 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ ઉપરાંત બરોડામાં 367, સુરતમાં 269 અને રાજકોટમાં 175 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે.

આ પણ વાંચોઃરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 5246 પોઝિટિવ કેસ નોંધાયા, 71 દર્દીના થયા મૃત્યું

1,17,524 વ્યક્તિનું રસીકરણ

રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે. જેમાં આજે 1,17,524 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 1,50,67,752 વ્યક્તિને રસી આપવામાં આવી છે, જ્યારે આજે શુક્રવારે 18 વર્ષથી વધુની ઉંમરના 10 જિલ્લાના 45,113 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાત કોરોના અપડેટ

વર્તમાન પરિસ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 84,421 એક્ટિવ કેસ છે. જેમાં 692 વેન્ટિલેટર પર અને 83,729 દર્દીઓ સ્ટેબલ છે. આ સાથે જ કુલ મૃત્યુ 9,469 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6,86,581 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેથી રાજ્યનો કોરોના રિકવરી રેટ 87.97 ટકા સુધી પહોંચ્યો છે.

ABOUT THE AUTHOR

...view details