- રાજ્યમાં આજે નવા 7,410 કેસ નોંધાયા
- 73 લોકોના કોરોનાથી મુત્યું
- રાજ્યનો રિકવરી રેટ 87.96 ટકા
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે, વળી દૈનિક ધોરણે કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. બુધવારના રોજ રાજ્યમાં નવા 7,410 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. તેમજ 73 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે 2642 લોકોને રજા આપવામાં આવી હતી. રાજ્યમાં કુલ 3,23,371ને ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યનો રિકવરી રેટ 87.96 ટકા છે.
મહીસાગર કોરોના અપડેટ
મહીસાગરમાં આજે બુધવારે 55 પોઝિટિવ કેસ નોંધાયા છે અને આજે કુલ 20 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. જિલ્લામાં 402 એક્ટિવ કેસ છે. તેમજ પોઝિટિવ કેસ 2,925 છે.
કચ્છ કોરોના અપડેટ
કચ્છમાં આજે કુલ નવા 68 પોઝિટિવ કેસ નોંધાયા છે. કુલ હાલમાં એક્ટિવ પોઝિટિવ કેસ 491છે. આજ સુધી કુલ 4990 દર્દીઓને રજા અપાઈ છે. આજે 3 લોકોના મૃત્યુ થયા છે. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ 5593 છે.
મહીસાગર કોરોના અપડેટ -
- આજે 55 પોઝિટિવ કેસ નોંધાયા
- આજના ડિસ્ચાર્જ - 20
- કુલ એક્ટિવ કેસ - 402
- કુલ પોઝિટિવ કેસ - 2,925
- કુલ ડિસ્ચાર્જ - 2,474
- બોટાદ કોરોના અપડેટ
- બોટાદ જિલ્લામાં 26 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- શહેર તેમજ ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ ખતરારૂપ બન્યું
પંચમહાલ કોરોના અપડેટ
- પંચમહાલ કોરોના અપડેટઆજે 56 પોઝિટિવ કેસ નોંધાયા
જામનગર કોરોના અપડેટ
- જામનગર જિલ્લામાં 108 પોઝિટિવ કેસ નોંધાયા
- શહેરમાં 189 અને ગ્રામ્યમાં 119 કેસ
મહેસાણા કોરોના અપડેટ
- મહેસાણા જિલ્લામાં આજે 131 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- 61 શહેરી અને 70 ગ્રામ્ય વિસ્તારમાંથી પોઝિટિવ કેસ સામે આવ્યા
- ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ વધી રહ્યું છે.