- રાજ્યમાં કોરોનાનો કહેર ઓછો થયો
- ગત 24 કલાકમાં 471 પોઝિટિવ કેસ નોંધાયા
- ગત 24 કલાકમાં 727 દર્દીઓ ડિસ્ચાર્જ
ગાંધીનગર: રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાનો કહેર ફાટ્યો હતો, દિવાળી બાદ સતત કોરોનાના 1,500થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા, ત્યારે રાજ્ય સરકારે રાત્રિ કરફ્યૂ અને જાહેર કાર્યક્રમમાં પ્રતિબંધ મૂકવાની સાથે જ રાજ્યમાં હવે કોરોના કાબૂમાં હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના કુલ 471 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 1નું મોત થયું છે.
રાજ્યમાં કોરોના રિકવરી રેટમાં વધારો
રાજયમાં કોરોનાથી સાજા થવાનો રિકવરી રેટમાં પણ વધારો થયો છે. જે રેટ હવે 96.17 ટકા થયો છે. આ સાથે જ રાજ્યમાં અત્યા૨ સુધીમાં કુલ 2,47,950 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.