- 24 કલાકમાં કોરોનાના 1115 નવા કેસ
- 24 કલાકમાં 1305 દર્દી સાજા થયા
- આજે કોરોનાએ 08 દર્દીઓનો લીધો ભોગ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1115 પોઝિટિવ કેસ નોંધાયા, 08ના મોત, 1305 દર્દી ડિસ્ચાર્જ
ગાંધીનગરઃ રાજ્યના આરોગ્ય વિભાગ દરરોજ કોરોનાને લઈ માહિતી આપવામાં આવે છે, જેમાં સત્તાવાર જાહેર કરાયેલ આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 1115 કેસ પોઝિટિવ નોંધાયા છે, રાજ્યમાં કુલ 12,449 એક્ટિવ કેસ છે. સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,32,188 કેસ નોંધાયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1115 પોઝિટિવ કેસ નોંધાયા, 08ના મોત, 1305 દર્દી ડિસ્ચાર્જ ગુજરાતમાં રીકવરી રેટ 92.82 ટકા
છેલ્લા 24 કલાકમાં 1305 દર્દીઓ નેગેટિવ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,15,528 દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. રાજ્યમાં રીકવરી રેટ ગઈકાલે જે 92.71 ટકા હતો, જે આજે 92.82 ટકા થયો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1115 પોઝિટિવ કેસ નોંધાયા, 08ના મોત, 1305 દર્દી ડિસ્ચાર્જ આજે 54,835 ટેસ્ટ થયા
રાજ્યમાં આજે 54,835 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 88,89,965 ટેસ્ટ કરાયા છે. રાજ્યના અલગ અલગ જિલ્લામાં આજની તારીખ સુધી કુલ 5,15,773 વ્યક્તિઓને કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જેમાંથી 5,15,630 વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઈન કરાયા છે અને બાકીના 143 વ્યક્તિઓને ફેસીલીટી કવોરેન્ટાઈન કરાયા છે. હોસ્પિટલમાં 65 લોકો વેન્ટિલેટર પર છે અને 12,384 લોકો સ્ટેબલ છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1115 પોઝિટિવ કેસ નોંધાયા, 08ના મોત, 1305 દર્દી ડિસ્ચાર્જ કોરોનાથી અમદાવાદમાં 4ના મોત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 08 લોકોના મૃત્યુ થયા છે, આજના મોતની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 4ના મોત, સુરતમાં 3 અને બોટાદમાં 1 દર્દીનું કોરોનાના કારણે મોત નિપજ્યું છે. અમદાવાદમાં આજે કોરોનાના નવા 232 કેસ આવ્યા છે. સુરતમાં આજે 169 નવા કેસ, વડોદરામાં 144 નવા કેસ, રાજકોટમાં 129 નવા કેસ, મહેસાણામાં 50 નવા કેસ, ગાંધીનગરમાં 49 નવા કેસ આવ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1115 પોઝિટિવ કેસ નોંધાયા, 08ના મોત, 1305 દર્દી ડિસ્ચાર્જ