- રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
- 24 કલાકમાં 1318 પોઝિટિવ કેસ નોંધાયા
- અમદાવાદ માં સૌથી વધુ 269 કેસો નોંધાયા
ગાંધીનગર: રાજ્યમાં દિવાળી પહેલા કોરોના વાઈરસના આંકડામાં ઘટાડો નોંધાઇ રહ્યો હતો. અચાનક દિવાળીના તહેવાર બાદ કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થયો છે. અમદાવાદની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં દિવાળી બાદ રોજના 300થી વધુ કેસ સામે આવી રહ્યા હતા. આજે પંદર દિવસ બાદ અમદાવાદ શહેરમાં 269 પોઝિટિવ કેસો નોંધાયા છે અને 8 દર્દીના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1318 પોઝિટિવ કેસ નોંધાયા છે.
રિકવરી રેટમાં વધારો નોંધાયો
રાજ્યમાં કોરોના વાઈરસના કુલ 2,22,811 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 1550 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 2,04,661 દર્દીઓએ કોરોનાને માત આપીને છે. ગત અઠવાડિયામાં ગુજરાતનો રિકવરી રેટ 91.26 ટકા થયો હતો જે વધીને આજે 91.85 ટકા થયો છે.
ક્યા શહેરમાં કેટલા મોત
સુરત | 02 |
અમદાવાદ | 08 |
અમરેલી | 01 |
બનાસકાંઠા | 01 |
રાજકોટ | 01 |