- ગુજરાતમાં 1,531 દર્દી સાજા થયા
- કુલ 15ના મોત થયાં, જેમાં 9 મોત અમદાવાદમાં સૌથી વધુ
- કુલ 5,49,350 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન
ગાંધીનગરઃ ગુજરાતના આરોગ્ય વિભાગની સત્તાવાર યાદી પ્રમાણે ગુજરાતમાં આજે મંગળવારે કોરોનાના કેસ ગઈકાલની સરખામણીએ ઘટીને 1,325 નોંધાયા છે અને ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 15નો રહ્યો છે. જેમા અમદાવાદમાં 9ના સૌથી વધુ મોત થયા છે. સુરતમાં 3, અમરેલીમાં 1, રાજકોટમાં 1 અને વડોદરામાં 1નું મોત થયું છે.
આજે રાજ્યમાં 60,875 ટેસ્ટ થયા
રાજ્ય સરકાર દ્વારા ટેસ્ટિંગની ક્ષમતા વધારી છે. આજે મંગળવારે રાજ્યભરમાં કુલ 60,875 ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 83,71,433 ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લામાં આજે કુલ 5,49,350 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,49,205 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 145 વ્યક્તિઓ ફૅસિલિટી ક્વોરેન્ટાઈન કરાયા છે.
અમદાવાદમાં કોરોનાના કુલ 278 કેસ
ગુજરાતમાં કુલ 14,272 એક્ટિવ કેસ છે. જેમાંથી 78 લોકો વેન્ટિલેટર પર છે. કુલ 14,194 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કુલ 4,110નો મત્યુઆંક થયો છે. અમદાવાદમાં કોરોનાના કુલ 278 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સુરતમાં 814, વડોદરામાં 130, રાજકોટ શહેરમાં 88, મહેસાણામાં 47, ખેડામાં 46, રાજકોટ ગ્રામ્યમાં 41, વડોદરા ગ્રામ્યમાં 41 કેસ અને બનાસકાંઠામાં 40 કેસ નોંધાયા છે.