- ગુજરાતમાં 06 ડિસેમ્બરે 1,455 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- 16 દિવસનો સૌથી નીચો આંક
- મૃતકોની ટકાવારી 8.58 ટકા જેટલી ઊંચી
ગાંધીનગરઃ 6 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં કુલ કોરોનાના કુલ 1,455 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગત 16 દિવસમાં નોંધાયેલા આ સૌથી ઓછા કેસ છે. આ સામે 1,485 દર્દીઓને સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે રવિવારે નોંધાયેલા નવા કેસના કારણે કુલ પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2,18,788 થઇ છે, જ્યારે સાજા થયેલા લોકોની સંખ્યા કુલ 2,00,012 થઇ છે. જેથી સાજા થવાનો દર 91.42 ટકા થયો છે, જ્યારે મૃત્યુ દર 8.58 ટકા જેટલો રહ્યો છે. એટલે કે, કોરોનાના કેસોમાં મૃત્યુદરમાં ઊંચો છે.
06 ડિસેમ્બરે ગુજરાતમાં 69,310 કોરોના ટેસ્ટ કરાયા
અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 82,41,960 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 06 ડિસેમ્બરના રોજ કુલ 69,310 ટેસ્ટ કરવામાં આવ્યા છે. એટલે કે, એવરેજ ટેસ્ટ ગુજરાતમાં 10 લાખની વસ્તીએ 1,066 જેટલું થયું છે.
ગુજરાતમાં 5 લાખથી વધુ વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન
ગુજરાતમાં અત્યારે સરકારી આંકડા પ્રમાણે 14,695 એક્ટિવ કેસ છે. 06 ડિસેમ્બરના રોજ 5,42,138 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન હેઠળ હતા. જેમાંથી 5,41,880 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન અને 258 ફેસીલીટી ક્વોરેન્ટાઈન હેઠળ છે.