ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત કોરોના અપડેટ: રાજ્યમાં 24 કલાકમાં 1124 પોઝિટિવ કેસ નોંધાયા, 995 સ્વસ્થ થયા, રિકવરી રેટ 91.29 ટકા - Total cases of Gujarat Corona

રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામા છેલ્લા થોડાક દિવસથી ઘટાડો નોંધાઇ રહ્યો છે. તેમજ કોરોના વાઈરસથી રિકવરી રેટમાં પણ વધારો જોવા મળ્યો છે. આજ દિન સુધી રાજ્યમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંકડો 1,87,240 થયો છે.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાત કોરોના અપડેટ

By

Published : Nov 14, 2020, 10:24 PM IST

  • રાજ્યમાં વધુ 1124 પોઝિટિવ કેસ નોંધાયા
  • 935 દર્દીઓને આપવામાં આવી હોસ્પિટલમાંથી રજા
  • છેલ્લા 24 કલાકમાં 52,973 ટેસ્ટ કરાયા

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામા છેલ્લા થોડાક દિવસથી ઘટાડો નોંધાઇ રહ્યો છે. તેમજ કોરોના વાઈરસથી રિકવરી રેટમાં પણ વધારો જોવા મળ્યો છે. આજ દિન સુધી રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 1,87,240 થયો છે. ત્યારે 24 કલાકમાં નવા 1124 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઈરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 6 દર્દીનાં મોત થયા છે.

રિકવરી રેટ 91.29 ટકા
રાજ્યમાં કોરોના વાઈરસના કુલ 1,87,240 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી શનિવારે 995 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 1,70,931 દર્દીઓએ કોરોનાને માત આપતા ગુજરાતનો રિકવરી રેટ 91.29 ટકા થયો છે.

છેલ્લા 24 કલાકમાં 6 દર્દીના મોત, કુલ મૃત્યુઆંક 3797
ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા કોવિંડ 19ના કેસની યાદી પ્રમાણે શનિવારે સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1124 કોરોના વાઈરસ ના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે છેલ્લા 24 કલાકમાં 6 દર્દીઓનું મૃત્યું નિપજયું છે, આરોગ્ય વિભાગની યાદી પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 3797 મૃત્યુ નોંધાયા છે, જ્યારે આજ હાલની પરિસ્થિતિ મુજબ 4,95,933 વ્યક્તિઓને કોરોન્ટાઈન કરવામાં આવ્યાં છે, જે પૈકી 4,95,819 વ્યક્તિઓ હોમ કોરોન્ટાઇન છે. રાજ્યમાં કુલ 1,70,931 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે કુલ એક્ટિવ કેસ 12,512 છે અને 71 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગના સઘન પ્રયાસનું પરિણામ
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતું અટકે એ માટે રાજયના આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસોના પરિણામે સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે. રાજ્યમાં દિન પ્રતિદિન ટેસ્ટની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો ક૨વામાં આવી રહ્યો છે. શનિવારે રાજ્યમાં કુલ 52,973 ટેસ્ટ ક૨વામાં આવ્યા જે રાજ્યની વસ્તીને ધ્યાને લેતા પ્રતિદિન 814.97 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થાય છે. ૨ાજયમાં અત્યાર સુધીમાં કુલ 67,87,440 ટેસ્ટ ક૨વામાં આવ્યા છે. શનિવારના રોજ રાજ્યમાં વિવિધ જિલ્લામાં કુલ 1124 કેસ નોંધાયા છે.

ABOUT THE AUTHOR

...view details