- રાજ્યમાં કુલ 3,768 લોકોના મોત
- રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં નોંધાયા
- રાજ્યમાં કુલ 64 દર્દી વેન્ટિલેટર પર
ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો દોઢ લાખ પાર થઈ ગયો ગયો છે. ત્યારે 24 કલાકમાં નવા 971 કેસ સામે આવ્યા છે. રાજ્યમા આજદિન સુધી કુલ 1,81,670 કેસ થયા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 5 દર્દીનાં મોત થયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 993 કોરોના દર્દીઓને રજા આપવામાં આવી હતી.
ક્યા કેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન 156, અમદાવાદ કોર્પોરેશન 169, વડોદરા કોર્પોરેશન 90, રાજકોટ કોર્પોરેશન 59, મહેસાણા 45, ગાંધીનગર કોર્પોરેશન 40, વડોદરા 39, પાટણ 38, સુરત 33, રાજકોટ 31, ગાંધીનગર કોર્પોરેશન 23, બનાસકાંઠા 21, સુરેન્દ્રનગર 21, કચ્છ 20, ગાંધીનગર 16, અમરેલી 15, દાહોદ 15, અમદાવાદ 14, મોરબી 14, ખેડા 12, અરવલ્લી 11, મહીસાગર 11, પંચમહાલ 9, પોરબંદર 9, સાબરકાંઠા 9, જામનગર 8, જામનગર કોર્પોરેશન 8, જૂનાગઢ 8, જૂનાગઢ કોર્પોરેશન 8, નર્મદા 8, ભાવનગર કોર્પોરેશન 7, ગીર સોમનાથ 7, ભરૂચ 6, બોટાદ 6, દેવભૂમિ દ્વારકા 6, તાપી 5, આણંદ 4, વલસાડ 4, છોટાઉદેપુર 3, નવસારી 2 અને ભાવનગરમાં 1 કેસ સામે આવ્યો છે.