ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં કોરોનાના નવા 1,046 કેસ નોંધાયા, 5 મોત, રિકવરી રેટ 91.15 ટકા

રાજ્યમાં ગત ઘણા દિવોસોથી કોરોના કેસોમાં ધટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 1 લાખ 79 હજારને પાર થઈ ગયો છે. ગત 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 1 હજાર 46 કેસ સામે આવ્યા છે, જ્યારે કોરોનાના કારણે ગત 24 કલાકમાં સારવાર લઈ રહેલા 5 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઈરસના કુલ 1 લાખ 79 હજાર 679 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. ગત 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 931 છે

Gujarat Corona update
ગુજરાત કોરોના અપડેટ

By

Published : Nov 7, 2020, 10:01 PM IST

  • રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
  • રાજ્યમાં આજે નવા 1 હજાર 46 કોરોનાના કેસ નોંધાયા
  • રાજ્યનો કોરોના રિકવરી રેટ 91.15 ટકા

ગાંધીનગર: રાજ્યમાં ગત ધણા દિવોસોથી કોરોના કેસોમાં ધટાડો જોવા મળી રહ્યો હતો, પરંતુ આજે ડિસ્ચાર્જ કરતાં પોઝિટિવ કેસની સંખ્યા વધુ આવી છે. જેથી રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યામાં 1 લાખ 79 હજારને પાર પહોંચી છે. ગત 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 1 હજાર 46 કેસ સામે આવ્યા છે, જ્યારે કોરોનાના કારણે ગત 24 કલાકમાં સારવાર લઈ રહેલા 5 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઈરસના કુલ 1 લાખ 79 હજાર 679 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. ગત 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 931 છે.

ગુજરાત કોરોના અપડેટ

રાજ્યમાં ગત 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 157, અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 161, રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 75, સુરતમાં 35, વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં 82, જામનગર કોર્પોરેશન વિસ્તારમાં 20, મહેસાણામાં 57, રાજકોટમાં 38, વડોદરામાં 38, ભરૂચમાં 20, કચ્છમાં 20, અમરેલીમાં 14, ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં 22, પાટણમાં 36, બનાસકાંઠામાં 24, અમદાવાદમાં 21, જામનગરમાં 10, જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં 08, પંચમહાલમાં 11, સુરેન્દ્રનગરમાં 20, મોરબી 15, ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં 9, ગાંધીનગરમાં 17, નર્મદામાં 24, આણંદમાં 09, ખેડામાં 12, મહીસાગરમાં 05, સાબરકાંઠામાં 16, દેવભૂમિ દ્વારકામાં 05, ગીર સોમનાથમાં 10, જૂનાગઢમાં 12, નવસારીમાં 3, ભાવનગરમાં 2, પોરબંદરમાં 4, અરવલ્લીમાં 8, દાહોદમાં 15, તાપીમાં 6, વલસાડમાં 1, છોટા ઉદેપુરમાં 4 કેસ સામે આવ્યા છે, જ્યારે 71 દર્દીઓને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. તો અત્યાર સુધીમાં 3 હજાર 956 લોકોના મોત થયાં છે.

796.32 ટેસ્ટ પ્રતિ મિલિયન

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતું અટકે એ માટે રાજયના આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસોના પરિણામે સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે. રાજ્યમાં દિન પ્રતિદિન ટેસ્ટની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો ક૨વામાં આવી રહ્યો છે . આજે રાજ્યમાં કુલ 51,761 ટેસ્ટ ક૨વામાં આવ્યા, જે રાજ્યની વસ્તીને ધ્યાને લેતા પ્રતિદિન 796.32 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થયા છે. રાજયમાં અત્યાર સુધીમાં કુલ 64,16,963 ટેસ્ટ ક૨વામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details