ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 176, અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 169, રાજકોટ કોર્પોરેશન વિસ્તારમમાં 88, સુરત જિલ્લામાં 94, વડોદરા કોર્પોરેશન 82, જામનગર કોર્પોરેશન 65, મહેસાણા 39, વડોદરા 42, અમરેલી 34, બનાસકાંઠા 31, સાબરકાંઠા 29, અમદાવાદ જિલ્લામાં 26, ભરૂચ 26, ગાંધીનગર 24, જામનગર 24, પંચમહાલ 24, સુરેન્દ્રનગર 24, જૂનાગઢ 23, પાટણ 23, ગાંધીનગર કોર્પોરેશન 21, કચ્છ 20, ભાવનગર કોર્પોરેશન 18, જૂનાગઢ કોર્પોરેશન 18, મોરબી 18, રાજકોટ 17, દાહોદ 15, ગીર સોમનાથ 14, ખેડા 12, મહીસાગર 12, નર્મદા 12, આણંદ 11, વલસાડ 7, નવસારી 7, દેવભૂમિ દ્વારકા 6, તાપી 6, બોટાદ 5, પોરબંદર 5, અરવલ્લી 4, છોટાઉદેપુર 4 અને ભાવનગરમાં 2 કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોનાના 1278 નવા કેસ નોંધાયા, 1266 ડિસ્ચાર્જ, 10ના મોત, કુલ કેસ 1,47,951 - Surat ranks first
રાજ્યમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 1278 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 1266 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 10 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 1,47,951 થયો છે.
ગુજરાત કોરોના અપડેટ
રાજ્યમાં હાલ 81 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં 3541 લોકોના મોત થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 38,381 નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ 5 મહાનગરોમાં સામે આવ્યા છે. કોરોનાના પોઝિટિવ કેસમાં સુરત આજે ફરીથી રાજ્યમાં પ્રથમ રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 176 કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 94 કેસ નોંધાયા છે. આમ સુરતમાં 270 કેસ નોંધાયા છે. રાજ્યમાં હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસ નોંધપાત્ર રીતે વધી રહ્યાં છે.