રાજ્યમાં કોરોનાના નવા 1295 કેસ, 1445 ડિસ્ચાર્જ, 13ના મોત, કુલ કેસ 106966
રાજ્યમાં કોરોના વાયરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો એક લાખ પાર થઈ ગયો ગયો છે. ત્યારે 24 કલાકમાં નવા 1295 કેસ સામે આવ્યાં છે. જ્યારે કોરોના વાયરસના કારણે છેલ્લાં 24 કલાકમાં સારવાર લઈ રહેલાં સૌથી વધુ 13 દર્દીનાં મોત થયાં છે. રાજ્યમાં કોરોના વાયરસના કુલ 106966 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયાં છે. જોકે, છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાંથી આજે પોઝિટિવ કરતાં ડિસ્ચાર્જનો આંકડો વધુ છે, 1445 દર્દીઓને આજે રજા આપવામાં આવી હતી.
ગાંધીનગરઃ ગુજરાત કોરોના વાયરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 177, અમદાવાદ કોર્પોરેશન 148, રાજકોટ કોર્પોરેશન 98, સુરત 88, વડોદરા કોર્પોરેશન 84, જામનગર કોર્પોરેશન 83, વડોદરા 40, રાજકોટ 36, પંચમહાલ 34, કચ્છ 32, પાટણ 28, અમરેલી 27, ભાવનગર કોર્પોરેશન 26, મોરબી 26, મહેસાણા 23, અમદાવાદ 22, બનાસકાંઠા 22, ભરૂચ 22, દાહોદ 20, ગાંધીનગર 20, દેવભૂમિ દ્વારકા 19, જુનાગઢ 18, જૂનાગઢ કોર્પોરેશન 18, જામનગર 16, આણંદ ભાવનગર, મહીસાગર, સુરેન્દ્રનગર, ગાંધીનગર કોર્પોરેશન 15-15, ગીર સોમનાથ 14, નવસારી 12, તાપી 12, નર્મદા 10, સાબરકાંઠા 10, ખેડા 8, બોટાદ 7, છોટાઉદેપુર 7, વલસાડ 6, ડાંગ 4 અને પોરબંદરમાં 3 કેસ સામે આવ્યાં છે.