ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 1078 કેસ, 1311 ડિસ્ચાર્જ, 25ના મોત, કુલ કેસ 71,064 - Total cases of Gujarat Corona

રાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસની કુલ સંખ્યા 70 હજારને પાર થઇ ગઇ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1078 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 25 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.

-new-cases-of-corona
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 1078 કેસ, 1311 ડિસ્ચાર્જ, 25ના મોત, કુલ કેસ 71,064

By

Published : Aug 9, 2020, 7:55 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસની કુલ સંખ્યા 70 હજારને પાર થઇ ગઇ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1078 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 25 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.

રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 71,064 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી રવિવારે પોઝિટિવ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે, 1311 દર્દીઓને રવિવારે રજા આપવામાં આવી હતી.

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 1078 કેસ, 1311 ડિસ્ચાર્જ, 25ના મોત, કુલ કેસ 71,064

ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 138, સુરત મહાપાલિકા વિસ્તારમાં 178, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 98, રાજકોટ કોર્પોરેશન 60, સુરત 44, જામનગર કોર્પોરેશન 58, પંચમહાલ 47, અમરેલી 35, રાજકોટ 35, ગીર સોમનાથ 32, ભરૂચ 28, કચ્છ 25, ભાવનગર કોર્પોરેશન 24, વલસાડ 21, ગાંધીનગર 20, દાહોદ, જુનાગઢ કોર્પોરેશન તેમજ સુરેન્દ્રનગરમાં 18-18 નવા કેસ નોંધાયા છે. ઉપરાંત અમદાવાદ 15, વડોદરા 12, તેમજ ભાવનગર, ખેડા, મહેસાણા અને પાટણમાં 11-11, બોટાદ, નર્મદા અને સાબરકાંઠામાં 10-10, બનાસકાંઠા, મહીસાગર, જુનાગઢ અને મોરબીમાં 9-9, ગાંધીનગર કોર્પોરેશન, પોરબંદર અને તાપીમાં 7-7, આણંદ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં 5-5, નવસારી 3, અરવલ્લી 2, ડાંગ 2 અને છોટાઉદેપુરમાં 1 કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં 73 દર્દીને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધી 2654 લોકોના મોત થયાં છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ અમદાવાદમાં 27,898 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત એક દિવસ બાદ રવિવારે રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોનાના કેસમાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 178 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 44 કેસ સામે આવ્યા છે. 24 કલાકમાં સુરતમાં 222 કેસ સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details