ગાંધીનગર: ડિસેમ્બર મહિનાથી કોરોનાના કેસો (Gujarat Corona Update) વધવાની શરૂઆત થઈ છે. જો કે, જાન્યુઆરીમાં વાયબ્રન્ટ ગુજરાત પણ યોજાઇ રહી છે. જેમાં વિદેશથી મહેમાનો પણ આવશે. બીજી બાજુ વિદેશથી આવેલા લોકો થકી ઓમિક્રોન સંક્રમણ વધ્યું છે. ઓમિક્રોન(Omicron in Gujarat) કેસોના રિપોર્ટ પણ મોડા આપવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં જ ટેસ્ટ થઈ રહ્યા છે, ત્યારે રિપોર્ટ આવવામાં મોડું થઈ રહ્યું છે. જેથી આજે ઓમિક્રોનના નવા રિપોર્ટ આવ્યા નથી. ગઈકાલે ઓમિક્રોનના નવા 13 કેસો રાજ્યમાં નોંધાયા હતા. ટોટલ 97 કેસો થયા છે. જેમાં 44 દર્દીઓ સાજા થઈ ગયા છે.
કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયલા કેસો
આજે સમગ્ર રાજ્યમાં કોર્પોરેશન પ્રમાણે જોઈએ તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 269, સુરત કોર્પોરેશનમાં 74, વડોદરા કોર્પોરેશનમાં 41 કેસો, રાજકોટ કોર્પોરેશનમાં 10 કેસો, ભાવનગર કોર્પોરેશનમાં 10, જામનગર કોર્પોરેશનમાં 7, ગાંધીનગર કોર્પોરેશનમાં 16 કેસ નોંધાયા છે. બાકીના 20થી વધુ જિલ્લાઓમાં પણ કેસો નોંધાયા હતા.
2.32 લાખથી વધુ લોકોનુ વેક્સિનેશન
કોરોનાના કેસોમાં એક બાજુ વધારો થઈ રહ્યો છે. ત્યારે બીજી બાજુ વેક્સિનમાં 100 ટકાનો ડોઝ પૂર્ણ થવાના આરે છે. બીજી બાજુ કિશોરોને પહેલીવાર અને વડીલોને ફરી ત્રીજીવાર એટલે કે બૂસ્ટર ડોઝ આપવામાં આવશે ત્યારે હજુ પણ પ્રથમ અને બીજો ડોઝ લેનાર જૂજ લોકો બાકી છે. આજે 2.32 લાખથી વધુ લોકોને વેક્સિન (Gujarat vaccination) આપવામાં આવી હતી. અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં 8.92 કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે હજુ પણ 90 લાખ જેટલા લોકો વેક્સિન લેવામાં બાકી છે.