ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઇરસ કહેર હજી મચાવી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં 615 જેટલા કોરોના વાઇરસના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં ફક્ત 11 જેટલા કેસ કચ્છ આર્મી કેન્ટોનમેન્ટમાં નોંધાયેલા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 379 કોરાણા પોઝિટિવ દર્દીઓ સાજા થયા છે, જ્યારે કુલ 18 જેટલા લોકોના દર્દનાક મોત નિપજ્યા છે.
ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ કોવિંડ-19ના કેસની યાદી પ્રમાણે આજે સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 615 જેટલા કોરોના વાઇરસના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જ્યારે છેલ્લા 24 કલાકમાં 18 જેટલા દર્દીઓનું મૃત્યુ નિપજ્યું છે, આરોગ્ય વિભાગની યાદી પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 1790 જેટલા મૃત્યુ નોંધાયા છે, જ્યારે આજ હાલની પરિસ્થિતિ મુજબ 2,35,954 વ્યક્તિઓને કોરોન્ટાઇલ કરવામાં આવ્યાં છે, જે પૈકી 2,32,524 વ્યક્તિઓ હોમ કોરોન્ટાઇલ છે.