ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઇરસ કેર હજી સુધી યથાવત જ છે, છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં 539 જેટલા કોરોના વાઇરસના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં ફક્ત અમદાવાદમાં જ 306 જેટલા કેસ નોંધાયા છે. આમ છેલ્લા અનલોકની વાત કરવામાં આવે તો અમદાવાદમાં ફક્ત એક જ દિવસ પોઝિટિવ કેસના આંક 250થી નીચે ગયો છે.
રાજ્યમાં આજે 539 નવા કેસ, અમદાવાદ 306, આજે વધુ 535 દર્દીને રજા ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ કોવિંડ-19ના કેસની યાદી પ્રમાણે, સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 539 જેટલા કોરોના વાઇરસના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે છેલ્લા 24 કલાકમાં 20 જેટલા દર્દીઓના મોત થયાં છે.
આરોગ્ય વિભાગની યાદી પ્રમાણે, અત્યાર સુધીમાં કુલ 1639 જેટલા મૃત્યુ નોંધાયા છે, જ્યારે હાલની પરિસ્થિતિ મુજબ 2,19,911 વ્યક્તિઓને કોરોન્ટાઇન કરવામાં આવ્યાં છે, જે પૈકી 2,15,875 વ્યક્તિઓ હોમ કોરોન્ટાઇન છે. જો કે, રાજ્યમાં કુલ 18,702 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે કુલ એક્ટિવ કેસ 6396 છે, જ્યારે 66 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.
નવા કેસની જિલ્લા પ્રમાણે વિગત
- અમદાવાદ-306
- સુરત-103
- વડોદરા-43
- ભરૂચ-12
- ભાવનગર-9
- ગાાંધીનગર-8
- નર્મદા-8
- જામનગર-7
- મહેસાણા-4
- રાજકોટ-4
- આણાંદ-4
- સુરેન્દ્રનગર-4
- અમરેલી-3
- બનાસકાાંઠા-3
- અરવલ્લી-3
- પાટણ-3
- નવસારી-3
- મહીસાગર-2
- ખેડા-2
- વલસાડ-2
- પાંચમહાલ-1
- કચ્છ-1
- બોટાદ-1
- દ્વારકા-1
- મોરબી-1