ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઈરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 93,883 હજાર થયો છે. ત્યારે 24 કલાકમાં નવા 1282 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઈરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 13 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઈરસના કુલ 93,883 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે.
જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 1111 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 75,662 દર્દીઓએ કોરોનાને માત આપીને ગુજરાતનો રિકવરી રેટ 80.59 ટકા થયો છે
ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ કોવિંડ-19ના કેસની યાદી પ્રમાણે આજે સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1282 જેટલા કોરોના વાઈરસના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 13 જેટલા દર્દીઓનું મૃત્યુ નિપજયું છે. આરોગ્ય વિભાગની યાદી પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 2991 જેટલા મૃત્યુ નોંધાયા છે. જ્યારે આજ હાલની પરિસ્થિતિ મુજબ 4,99,371 વ્યક્તિઓને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,98,853 વ્યક્તિઓ હોમ ક્વૉરન્ટીન છે. રાજ્યમાં કુલ 75,662 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે કુલ એક્ટિવ કેસ 15,230 છે અને 89 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1282 કેસ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતું અટકે એ માટે રાજયના આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસોના પરિણામે સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે. રાજ્યમાં દિન પ્રતિદિન ટેસ્ટની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો ક૨વામાં આવી રહ્યો છે. આજે રાજ્યમાં કુલ 74,234 ટેસ્ટ ક૨વામાં આવ્યા જે રાજ્યની વસ્તીને ધ્યાને લેતા પ્રતિદિન 1142.06 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થવા પામે છે, ૨ાજયમાં અત્યાર સુધીમાં કુલ 21,95,985 ટેસ્ટ ક૨વામાં આવ્યા છે. આજ રોજ રાજ્યમાં વિવિધ જિલ્લામાં કુલ 1286 કેસ નોંધાયેલા છે.