ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Corona Update: રાજ્યમાં નવા 27 કેસ સામે આવ્યા, અમદાવાદમાં સૌથી વધુ - corona vaccination in gujarat

રાજ્યમાં કોરોના કેસો (Gujarat Corona Update) દિવાળી બાદ 50થી વધુ આવ્યા હતા, જેની સરખામણીમાં કેસોમાં હવે ઘટાડો જોવા મળ્યો હતો. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 30થી ઓછા કેસો (corona cases in gujarat) જોવા મળ્યા હતા. આજે 6 મહાનગરોમાં પણ કેસો સિંગલ ડિજિટમાં નોંધાયા હતા.

Gujarat Corona Update: રાજ્યમાં નવા 27 કેસ સામે આવ્યા, અમદાવાદમાં સૌથી વધુ
Gujarat Corona Update: રાજ્યમાં નવા 27 કેસ સામે આવ્યા, અમદાવાદમાં સૌથી વધુ

By

Published : Nov 26, 2021, 10:53 PM IST

  • 24 કલાકમાં 33માંથી 2 જિલ્લામાં જ નોંધાયા કેસો
  • હૉસ્પિટલમાં દાખલ 34 લોકોનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો
  • 24 કલાકમાં એક પણ મૃત્યુ નહીં

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ (Gujarat Corona Update) એપ્રિલથી જૂન મહિનામાં સતત વધી રહ્યા હતા, ત્યારબાદ જુલાઈ અને ઓગષ્ટમાં કેસ ઓછા આવી રહ્યા હતા અને કોરોના સંક્રમણ (corona transition in gujarat) કાબુ કરવામાં રાજ્ય સરકાર સફળ નીવડી હતી. જો કે દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં ફરી કોરોનાના કેસો (corona cases in gujarat)માં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ (corona active cases in gujarat)ની સંખ્યા વધીને 308 થઈ ગઈ છે. રાજ્યમાં આજે કોરોનાના 27 પોઝિટિવ કેસો (corona positive cases in gujarat) આવ્યા છે.

6 કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના 24 કેસો

26 નવેમ્બરના પણ સમગ્ર રાજ્યમાં 6 કોર્પોરેશન- અમદાવાદ (corona cases in ahmedabad)માં સૌથી વધુ 9 કેસો, સુરતમાં 3 , વડોદરામાં 5 (corona cases in vadodara), રાજકોટમાં 4, ભાવનગરમાં 2 અને ગાંધીનગર કોર્પોરેશન (corona cases in gandhinagar)માં 1 કોરોનાનો કેસ નોંધાયો છે. 33 જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની વાત કરવામાં આવે તો 33 જિલ્લામાંથી નવસારીમાં 2, રાજકોટમાં 1 કેસ નોંધાયો હતા. એટલે કે 6 કોર્પોરેશન વિસ્તારમાં 24 કેસો નોંધાયા હતા. આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 27 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

સૌથી વધુ કેસ અમદાવાદમાં

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ (health department gujarat government) દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 34 દર્દીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી છે. તેમાં સૌથી વધુ 18 અમદાવાદમાંથી છે.

5 લાખથી વધુ નાગરિકોને વેક્સિન આપવામાં આવી

અમદાવાદ અને વડોદરામાં કોરોનાનાં કેસોમાં સતત ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. ત્યારે વેક્સિન પ્રક્રિયા (corona vaccination in gujarat) વધારવામાં આવી છે. 'હર ઘર દસ્તક' અંતર્ગત પણ રોજના હજારોની સંખ્યામાં લોકો વેક્સિન લઈ રહ્યા છે. આજે 24 કલાકમાં 5,08,726 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં 7,94,60,929 ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 45 વયના 3.26 લાખથી વધુ લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

રાજ્યમાં વર્તમાન સ્થિતિ

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે હાલમાં રાજ્યમાં કુલ 308 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 04 દર્દીઓ વેન્ટિલેટર પર અને 304 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કુલ 10,092 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,954 દર્દીઓએ કોરોનાને માત આપી છે, જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.74 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો: Drone Festival in Ahmedabad: 150થી વધુ પ્રકારના ડ્રોન્સ, જાણો ડ્રોન્સની ઉપયોગીતાઓ

આ પણ વાંચો: CONSTITUTION DAY 2021: પાટનગરમાં હાથીની અંબાડી પર સંવિધાન યાત્રા

ABOUT THE AUTHOR

...view details