- છેલ્લા 24 કલાકમાં 26 પોઝિટીવ કેસ નોંધાયા
- 19 દર્દીઓએ કોરોનાને માત આપી
- સમગ્ર રાજ્યમાં માત્ર 5 જ કોર્પોરેશન અને 7 જિલ્લામાં કેસ
ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતા, ત્યારબાદ હવે જૂન-જુલાઈ અને ઓગસ્ટમાં કેસ ઘટ્યા હતા. કોરોના સંક્રમણને કાબુ કરવામાં રાજ્ય સરકાર સફળ નીવડી છે, ત્યારે 23 સપ્ટેમ્બરે પણ સમગ્ર રાજ્યમાં 5 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગરમાં જ સિંગલ ડિજિટમાં કેસ નોંધાયા છે, આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 26 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે અને અમદાવાદ કોર્પોરેશનમાં 5 અને જિલ્લામાં એક પણ પોઝિટીવ કેસ નોંધાયા નથી.
રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટીવ કેસ નોંધાયા
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 4 કોર્પોરેશન જેવા કે, સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ અને ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટીવના સિંગલ ડિજિટ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 5 પોઝિટીવ કેસ નોંધાયા નથી, જ્યારે એક પણ દર્દીને રજા આપવામાં આવી નથી.
આજે 3,59,297 નાગરીકોને વેક્સિન અપાઈ