ગુજરાત

gujarat

By

Published : Jul 26, 2021, 10:02 PM IST

ETV Bharat / city

Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના 31 કેસ નોંધાયા, એક પણ મૃત્ય નહીં

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદી મુજબ 26 જુલાઈના રોજ કોરોનાના 31 કેસો નોંધાયા હતા. રાજ્યના 7 કોર્પોરેશન વિસ્તારમાં સિંગલ ડીજિટમાં કેસો નોંધાયા હતા. જ્યારે મોટાભાગના જિલ્લાઓમાં જીરો કેસ નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 09 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 09 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.

Gujarat Corona Update
Gujarat Corona Update

  • રાજ્યમાં કોરોના પર કંન્ટ્રોલ
  • 49 દર્દીઓએ કોરોનાને માત આપી
  • રિકવરી રેટ 98.74 ટકા પહોંચ્યો

ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો ત્યારે મેં અને જૂન મહીના બાદ હવે જુલાઈ મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. 26 જુલાઇના રોજ 24 કલાકમાં રાજ્યમાં 40થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 31 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે 49 દર્દીઓએ કોરોનાને માત આપી ઘરે પરત ફર્યા છે અને એક પણ દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ થયું નથી. ઉપરાંત, રાજ્યના તમામ જિલ્લાઓમાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30 પોઝિટિવ કેસ નોંધાયા, એક પણ મૃત્યુ નહીં

હાલ 05 વેન્ટિલેટર પર અને 307 દર્દીઓ સ્ટેબલ

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે, કુલ 312 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 05 વેન્ટિલેટર પર અને 307 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,076 દર્દીના સારવાર દરમિયાન નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,14,356 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.74 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો: રાજયમાં 24 કલાકમાં કોરોનાના નવા 39 કેસ નોંધાયા, રવિવારે વેપારીઓ માટે સ્પેશિયલ વેક્સિનેશન ડ્રાઇવ

વરસાદના કારણે આજે રાજ્યમાં 2 લાખ કરતા પણ ઓછું રસીકરણ

જ્યારે રાજ્યમાં આજે 26 જુલાઈના રોજ હેલ્થ વિભાગની યાદી મુજબ 1,75,971 વ્યક્તિને રસી આપવામાં આવી છે, રાજ્યમાં કોરોના રસીના ડોઝ લેનારાની લોકોની સંખ્યા 3,18,06,252 થઈ છે. રસીકરણ માટે પાત્રતા ધરાવતા 18થી વધુ ઉંમરના કુલ 67,698 નાગરિકને પ્રથમ ડોઝ અને 46,657 નાગરિકોને બિજો ડોઝ આપવામાં આવ્યો છે. જો કે, વરસાદના પગલે આજે રસીકરણ 2 લાખ કરતાં ઓછું થયું હતું.

ABOUT THE AUTHOR

...view details