- અમદાવાદમાં 04, સુરતમાં 05 અને વડોદરામાં 06 કેસો
- રવિવારે 1.43 લાખને વેક્સિન અપાઈ
- અત્યાર સુધી 8 લાખથી વધુ લોકોને વેક્સિન અપાઈ
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની બીજી લહેર (Corona second wave in gujarat) બાદ કોરોનાના કેસમાં સતત ઘટાડો આવી રહ્યો હતો, પરંતુ દિવાળી બાદ ચિંતાજનક કેસોના આંકડાઓ (Gujarat Corona Update) સામે આવ્યા હતા. ત્યારે 28 નવેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં 30થી ઓછા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 33 લોકોને હોસ્પિટલમાંથી નેગેટિવ રિપોર્ટ આવતા રજા આપવામાં આવી છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો 25થી વધુ જિલ્લાઓમાં જીરો કેસો કોરોનાના નોંધાયા છે. બીજી બાજુ હજુ પણ 284 એક્ટિવ કેસો છે.
કોર્પોરેશન વિસ્તારમાં 15થી વધુ કેસો
કોરોનાના કેસો કોર્પોરેશન વિસ્તારમાં દિવાળી બાદ વધતા જોવા મળ્યા હતા. અમદાવાદમાં કોરોના કેસો ચિંતા જનક રીતે વધ્યા હતા, પરંતુ આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 5, વડોદરા કોર્પોરેશનમાં 6, કચ્છમાં 5 એમ સિંગલ ડીજીટમાં કેસો નોંધાયા છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી અન્ય જિલ્લાઓમાં કેસો નહિવત પ્રમાણમાં જોવા મળ્યા હતા. કેટલાક જિલ્લામાં સિંગલ ડીજિટમાં કેસો નોંધાયા હતા. જો કે સારવાર દરમિયાન એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.
8 લાખથી વધુ નાગરિકોનું વેક્સિનેશન