- છેલ્લા 24 કલાકમાં 16 પોઝિટિવ કેસ નોંધાયા
- સમગ્ર રાજ્યમાં ફક્ત 3 જ કોર્પોરેશન અને 4 જિલ્લામાં કેસ
- છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મૃત્યુ નહી
ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતા, ત્યારે હવે જૂન-જુલાઈ અને ઓગસ્ટમાં કેસ ઘટી રહ્યા હતા. કોરોના સંક્રમણને કાબુમાં લાવવા રાજ્ય સરકાર સફળ નીવડી છે, ત્યારે 25 સપ્ટેમ્બરે પણ સમગ્ર રાજ્યમાં 3 કોર્પોરેશન જેવા કે, વડોદરા, સુરત અને રાજકોટમાં જ સિંગલ ડિજિટમાં કેસ નોંધાયા છે, જ્યારે 33 જિલ્લામાંથી ફક્ત 4 જામનગર, રાજકોટ, વલસાડ અને નવસારીમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 16 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 4 કોર્પોરેશન જેવા કે, સુરત, વડોદરા, રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવના સિંગલ ડિજિટ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. જ્યારે 4 દર્દીને રજા આપવામાં આવી છે.
આજે 5,05,671 નાગરિકોને અપાઇ વેક્સિન