ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત કોરોના અપડેટઃ નવા 1372 પોઝિટિવ કેસ, 1279 ડિસ્ચાર્જ, 15 મોત - 23 સપ્ટેમ્બર કોરોના અપડેટ

રાજ્યમાં કોરોના સંક્રમણનો વ્યાપ સતત વધી રહ્યો છે. ત્યારે ગુરૂવારે છેલ્લા 24 કલાકમાં નવા 1,372 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 15 લોકોના મોત થયા છે. આ સાથે 1,279 લોકો કોરોના મુક્ત થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાત કોરોના અપડેટ

By

Published : Sep 23, 2020, 9:09 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં કોરના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો એક લાખ પાર થઈ ગયો ગયો છે. ત્યારે 24 કલાકમાં નવા 1,372 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 15 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 1,26,169 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી ગુરુવારે ડિસ્ચાર્જ કરતા પોઝિટિવ કેસનો આંકડો વધુ છે. 1,279 દર્દીઓને રજા આપવામાં આવી હતી.

નવા 1372 પોઝિટિવ કેસ, 1279 ડિસ્ચાર્જ, 15 મોત

ગુજરાત કોરોના અપડેટ

  • કુલ પોઝિટિવ કેસ - 1,26,169
  • કુલ મોત - 3370

ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 183, અમદાવાદ કોર્પોરેશન 160, રાજકોટ કોર્પોરેશન 108, સુરત 111, વડોદરા કોર્પોરેશન 93, જામનગર કોર્પોરેશન 84, બનાસકાંઠા 51, મહેસાણા 45, વડોદરા 41, રાજકોટ 30, અમરેલી 27, કચ્છ 27, પંચમહાલ 27, મોરબી 26, અમદાવાદ 25, ભરૂચ 22, પાટણ 22, સુરેન્દ્રનગર 22, ગાંધીનગર 20, ભાવનગર કોર્પોરેશન 19, જૂનાગઢ કોર્પોરેશન 19, ભાવનગર 18, ગાંધીનગર કોર્પોરેશન 18, સાબરકાંઠા 18, ખેડા 14, ગીર સોમનાથ 13, મહીસાગર 13, દાહોદ 12, નર્મદા 11, જામનગર 10, બોટાદ 9, અરવલ્લી 8, દેવભૂમિ દ્વારકા 8, આણંદ 7, પોરબંદર 7, તાપી 7, વલસાડ 7, છોટાઉદેપુર 5 અને નવસારીમાં 3 કેસ સામે આવ્યા છે.

જ્યારે 86 દર્દી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 3,370 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 35,489 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ 5 મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત ગુરુવારે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 183 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 111 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 294 સામે આવ્યાં છે. જો કે, હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details