- છેલ્લા 24 કલાકમાં 13 પોઝીટીવ કેસ નોંઘાયા
- છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત નહિ
- 33 દર્દીઓ કોરોનાને માત આપી
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ કોરોના કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે. હવે રાજ્યમાં ફરી કેસોમાં ધીમી ગતિએ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ઓક્ટોબર માસની 21 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 2 કોર્પોરેશન જેવા કે અમદાવાદ અને સુરત કોર્પોરેશનમાં કેસ નોંધાયા છે. જ્યારે 33 જિલ્લામાંથી ફક્ત 3 જેવા કે, વલસાડ, નવસારી, અને જામનગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 13 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
આજે 3,53,069 નાગરીકોને વેકસીન અપાઈ
21 ઓક્ટોબરના રોજ રાજ્યમાં કુલ 3,53,069 નાગરિકોને વેકસીન આપવામાં આવી છે. જ્યારે 18 વર્ષ થી વધુ વયના 53,219 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 1,97,843 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 6,80,00,970 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.