ગુજરાત

gujarat

ETV Bharat / city

‘નલ સે જલ’ યોજના અંતર્ગત રાજ્યના તમામ ઘરોમાં 2022 સુધીમાં પાણી પહોંચાડાશે: વિજય રૂપાણી - વિજય રૂપાણી

‘નલ સે જલ’ યોજના અંતર્ગત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, આગામી વર્ષ 2022ના અંત સુધીમાં રાજ્યમાં ‘જ્યાં ઘર હશે ત્યાં નળ હશે’ તેવા સંકલ્પ સાથે અમે આગળ વધી રહ્યા છીએ. માત્ર ગ્રામ્ય વિસ્તારમાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત 10.20 લાખ જેટલા નળ કનેક્શન આપી દેવામાં આવ્યા છે.

‘નલ સે જલ’ યોજના અંતર્ગત રાજ્યના તમામ ઘરોમાં 2022 સુધીમાં પાણી પહોંચાડાશે: વિજય રૂપાણી
‘નલ સે જલ’ યોજના અંતર્ગત રાજ્યના તમામ ઘરોમાં 2022 સુધીમાં પાણી પહોંચાડાશે: વિજય રૂપાણી

By

Published : Mar 16, 2021, 7:25 PM IST

  • પ્રશ્નોતરી દરમિયાન 'નલ સે જલ' યોજના બાબતે ચર્ચા
  • ગ્રામ્ય વિસ્તારમાં 17 લાખ નળ કનેક્શનો આપવાના બાકી
  • પોરબંદર, આણંદ સહિત 5 જિલ્લાઓમાં 100 ટકા કામગીરી પૂર્ણ

ગાંધીનગર: ‘નલ સે જલ’ યોજના અંતર્ગત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, આગામી વર્ષ 2022ના અંત સુધીમાં રાજ્યમાં ‘જ્યાં ઘર હશે ત્યાં નળ હશે’ તેવા સંકલ્પ સાથે અમે આગળ વધી રહ્યા છીએ. માત્ર ગ્રામ્ય વિસ્તારમાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત 10.20 લાખ જેટલા નળ કનેક્શન આપી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો:આગામી 6 માસમાં રાજ્યની તમામ નગરપાલિકાના ઘરોમાં 100 ટકા નળથી પાણી આવશે: CM રૂપાણી


રાજયમાં 17 લાખ જેટલા કનેક્શનો બાકી

હાલના તબક્કે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં 17 લાખ જેટલાં નળ કનેક્શન બાકી રહ્યા છે. તે માટે ઝુંબેશ સ્વરૂપે દર મહિને 1 લાખ નળ કનેક્શન આપવાના લક્ષ્યાંક સાથે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. જેના કારણે 17 મહિનામાં રાજ્યના પ્રત્યેક ઘરમાં નળ હશે. રાજ્યના પાંચ જિલ્લાઓમાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત 100 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો:નેતાઓને ખુશ કરવા વાસ્મો 'નલ સે જલ' યોજનાને જાહેર કરવા 2000 લોકોના જીવ જોખમમાં મુકશે

જૂનાગઢ અને ભાવનગર બાબતે બાવળિયાનો જવાબ

જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત અપાયેલા કનેક્શન સંદર્ભે પ્રશ્ન પૂછાતા પાણી-પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે, જૂનાગઢ જિલ્લામાં વર્ષ 2019માં 94 અને વર્ષ 2020માં 2067 નળ કનેક્શન આપવામાં આવ્યા છે. જેની પાછળ કુલ રૂપિયા 1521.55 લાખ ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે, ભાવનગર જિલ્લામાં વર્ષ 2019માં 4894 અને વર્ષ 2020માં 20,364 નળ કનેક્શન અપાયા છે. જેની પાછળ કુલ રૂપિયા 5730.35 લાખ ખર્ચ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details