ગુજરાત

gujarat

ETV Bharat / city

મુખ્યપ્રધાને ગમે તે કરી બાળકોને ભણાવવાનું કહ્યું, કરી આવી ભવિષ્યવાણી - ગરીબોનું જીવનધોરણ ઊંચું લાવવા

ગાંધીનગરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ દેશના વડાપ્રધાન તરીકેના શપથ લીધા હતા. જેને 8 વર્ષ સંપૂર્ણ થતા ગરીબ કલ્યાણના સૂત્ર હેઠળ આજે ઉજવણી મહાત્મા મંદિરમાં કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાને કહ્યું કે બાળકો ને ગમે તે કરીને ભણાવજો, નહી તો કપરો સમય આવશે.

ગુજરાતના મુખ્યપ્રધાને ગરીબ કલ્યાણના સંમેલન ઉજવણીમાં સુચન કર્યું કે બાળકોને ગમે તે કરીને ભણાવજો, નહીં તો ભયંકર સમય આવશે
ગુજરાતના મુખ્યપ્રધાને ગરીબ કલ્યાણના સંમેલન ઉજવણીમાં સુચન કર્યું કે બાળકોને ગમે તે કરીને ભણાવજો, નહીં તો ભયંકર સમય આવશે

By

Published : May 31, 2022, 6:14 PM IST

Updated : May 31, 2022, 6:49 PM IST

ગાંધીનગર:ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ દેશના વડાપ્રધાન તરીકેના શપથ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તામાં આઠ વર્ષ પૂર્ણ થયાં છે. ત્યારે આજે સમગ્ર દેશમાં આઠ વર્ષ સેવાના, ગરીબ કલ્યાણના સંમેલન (Convention on the welfare of the poor) હેઠળ આજે ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત પૂર્વ પ્રધાન નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. લોકો સાથે ચર્ચા કરતા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, આજના સમયમાં ગમે તે કરજો પરંતુ તમારા બાળકને ફરજિયાત રીતે પણ ભણાવજો(Education is Must for Children) નહી તો આવનારો સમય ખૂબ જ મુશ્કેલીભર્યો રહેશે.

ગરીબ કલ્યાણના સંમેલન રાજ્યકક્ષાનો કાર્યક્રમ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો

આ પણ વાંચો:ગરીબોને 6 મહિના વધુ મફત રાશનની રાહત, સરકારે ગરીબ કલ્યાણ અન્ન યોજના સપ્ટેમ્બર સુધી લંબાવી

આજે લોકોને ખબર પડશે સરકારની કેટલી યોજનાઓ છે -કાર્યક્રમ દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નિવેદન કર્યું હતું કે રાજ્યમાં અને કેન્દ્રમાં NDAની સરકાર છે આજે લોકોને જ ખબર પડશે કે ગરીબો માટે સરકારે ખેતીની યોજનાઓ(Government farming schemes) જાહેર કરે છે. લોકો લાભ પણ લઈ ગયા છે. જ્યારે લોકો માટે કામ કરવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે. જ્યારે કોટડાના કપરા કાળ(Hard Times of Kotda) દરમિયાન પણ રાજ્ય સરકારે વન રેશન લેશનશ્(One ration lesson) કર્યું હતું અને અન્ય રાજ્યના નાગરિકોને પણ આપવામાં આવ્યું હતું. જ્યારે ગુજરાત રાજ્યમાં કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લેતા લાભાર્થીઓ સાથે પણ મુખ્યપ્રધાન પટેલ ચર્ચાઓ કરી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે હાસ્યસભર શબ્દોમાં કહ્યું હતું કે, આ તમે જે બોલો છે તે તમને કોઈએ શીખવાડયું તો નથી ને જેથી તેમાં સરકારનો સારું સારું બોલી રહ્યા છો જે હોય તે સ્પષ્ટ કહેજો.

ગુજરાત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત પૂર્વ પ્રધાન નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા.

બાળકોને શિક્ષણ આપવું ફરજિયાત - રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે લાભાર્થીઓ સાથે ચર્ચા કરતા નિવેદન આપ્યું હતું કે, બાળકોને અત્યારે શિક્ષણ આપવું ખૂબ જ ફરજિયાત છે. જ્યારે આવનારો સમય એટલો કપરો હશે કે જો કોઈ બાળક શિક્ષણ લેશે નહીં તો તેમને ભવિષ્ય ખૂબ જ મુશ્કેલી ભર્યું રહેશે. આમ લાભાર્થીઓ સાથે ચર્ચા કરતા દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બાળકો વિશેની પણ માહિતી મેળવી હતી. લાભાર્થીઓ તથા ગુજરાત રાજ્યની જનતાને તેમના બાળકોને ફરજિયાત રીતે ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે તેવી પણ સુચના સાથે ટકોર કરી હતી. જો કોઈ પરિવાર ગરીબ છે અને પૂરતા પ્રમાણમાં તેની વ્યવસ્થા નથી તો રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકારની અનેક યોજના થકી શિક્ષણના પણ લાભ મળી રહ્યા છે. તે અંગેની જાહેરાત પણ ભૂપેન્દ્ર પટેલે કરી હતી.

પીએમ મોદીએ મહેસાણાના લાભાર્થીઓ સાથે કરી ચર્ચા -આઠ વર્ષની ઉજવણીના મુખ્ય કાર્યક્રમ શિમલામાં યોજાયો હતો. સમગ્ર દેશમાં વીડિયો કોંફ્રેન્સની અનેક રાજ્યો જોડાયા હતા ત્યારે ગુજરાતના મહેસાણા લાભાર્થીઓએ વડાપ્રધાન સાથે વાતચીત કરી હતી. જેમાં લાભાર્થી અરવિંદે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો(Pradhan Mantri Mudra Yojana) લાભ લીધો હતો અને પોતાનો ધંધો વિકસાવ્યો હતો. શરૂઆતમાં તેઓ આઠ લોકોને રોજગારી આપતા હતા પરંતુ મુદ્રા લોન લીધા બાદ ધંધો વિકસતા તેઓ 12 લોકોને રોજગારી આપી રહ્યા હોવાનું નિવેદન પણ વિડીયો કોન્ફરન્સમાં અરવિંદે આપ્યું હતું.

આ પણ વાંચો:વડાપ્રધાન આજે યુપીના ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે

કઈ યોજનાઓ કાર્યરત -વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014થી સત્તા પર આવ્યા છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારની યોજના બાબતે નિવેદન કર્યું હતું કે કેન્દ્ર સરકારની અલગ અલગ યોજનાઓ જેવી કે સ્વાસ્થ્ય, ગેસ કનેક્શન, આવાસ યોજના, સન્માન નિધિ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબોનું જીવનધોરણ ઊંચું લાવવાનો(Raise Living Standards of Poor) સફળ પ્રયાસ કર્યો છે. ગરીબોની આશાને નવી પાંખો મળી છે તેમના આત્મવિશ્વાસ જાગ્યો છે. જ્યારે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઠ વર્ષમાં અનેક કાર્યો કર્યા છે જેમાં જે કોઈપણ વડાપ્રધાને ન કર્યા હોય તેવા કાર્યો તેઓની સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. કોનામાં પણ વૈશ્વિક મહામારી હતી ત્યારે પણ શ્રેષ્ઠ કામગીરી ભારત દેશની રહી છે. આમ વિકાસની રાજનીતિ દેશમાં થઈ રહી છે. અત્યારે સમગ્ર વિશ્વમાં ભારત દેશનું નામ રોશન થઇ રહ્યું છે.

Last Updated : May 31, 2022, 6:49 PM IST

ABOUT THE AUTHOR

...view details