ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Cabinet Meeting : અધૂરા પ્રોજેક્ટ પૂર્ણ કરવા અને બજેટમાં પ્રજાલક્ષી જોગવાઈઓ કરવાની સૂચના - સાયન્સ એન્ડ ટેકનોલોજી આઈ.આઈ.ટી.ઈ એમઓયુ

ગાંધીનગરમાં આજે કેબિનેટ બેઠક મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ ગઇ. બેઠકમાં કયા મુદ્દાઓને (Gujarat Cabinet Meeting) લઇ ચર્ચા થઇ અને શું નિર્ણય લેવાયા તે વિશે જાણવા ક્લિક કરો.

Gujarat Cabinet Meeting : અધૂરા પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું આયોજન, બજેટમાં પ્રજાલક્ષી જોગવાઈઓ કરવાની સૂચના
Gujarat Cabinet Meeting : અધૂરા પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું આયોજન, બજેટમાં પ્રજાલક્ષી જોગવાઈઓ કરવાની સૂચના

By

Published : Feb 23, 2022, 5:56 PM IST

ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠકનું (Gujarat Cabinet Meeting)આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં મહત્વની વાત કરવામાં આવે તો હવે ગુજરાત વિધાનસભાનું બજેટ સેશન (Gujarat Assembly Budget Session 2022) આવી રહ્યું છે ત્યારે ગત નાણાકીય વર્ષ 2021-22ના બજેટમાં બાકી રહેલ પ્રોજેક્ટ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવાની સૂચના તમામ પ્રધાનો અને અધિકારીઓને આપવામાં આવી છે. આ ઉપરાંત ગત બજેટમાં કરેલ જોગવાઈ અનુસાર જે પ્રોજેક્ટ બાકી હોય અથવા તો જે ખાતમુહુર્ત અથવા તો લોકાર્પણના કામ બાકી હોય તે પણ તાત્કાલિક કરવાની સૂચના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં અધિકારીઓને આપી છે.

કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચા અને નિર્ણયો વિશે માહિતી આપતાં જીતુ વાઘાણી

નવા બજેટની સમીક્ષા

કેબિનેટની બેઠક અંગે પ્રવક્તાપ્રધાન જીતુ વાઘાણીએ કેબિનેટ બેઠકની (Gujarat Cabinet Meeting) માહિતી આપતા જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ખાસ કરીને બજેટ બાબતની સમીક્ષા (Pre-budget review in cabinet meeting) કરવામાં આવી છે. આવનાર બજેટ જનકલ્યાણકારી બજેટ હશે તેવી પણ જાહેરાત જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના જેટલા પણ પ્રોજેક્ટ બાકી હોય તે તાત્કાલિક ધોરણે પૂરા થાય તે બાબતે સૂચના અધિકારીઓને આપવામાં આવી છે. જ્યારે ગત વર્ષના બજેટના ખાતમુહૂર્ત અને બાકીના કામો પૂરા થાય તે બાબતે પણ ખાસ સમીક્ષા કરવામાં આવી હતી.

24થી 26 ફેબ્રુઆરી ગરીબ કલ્યાણ મેળો

કોરોનાને કારણે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે દિવસથી રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થયું હતું. ત્યારે જે રીતે આ કેસમાં ઘટાડો થયો છે, તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 24, 25, 26 ફેબ્રુઆરીના રોજ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ગરીબ કલ્યાણ મેળાનું (Garib Kalyan Mela from 24th to 26th February) આયોજન થયું તે બાબતે પણ કેબિનેટ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. જ્યારે ગરીબોને આપવામાં આવતી કિટ પણ (Gujarat Cabinet Meeting)ચર્ચા કરવામાં આવી હતી. કેટલી કીટ, કેટલા પ્રમાણમાં કીટ રાખવામાં આવી છે તે બાબતે સમીક્ષા પણ બેઠકમાં કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 24 ફેબ્રુઆરી રાજ્યના મુખ્યપ્રધાન દાહોદ ખાતે 25 તારીખે અમરેલી ખાતે અને 26 તારીખે રાજકોટ ખાતે ગરીબ કલ્યાણ મેળામાં હાજર રહેશે.

ખેડૂતોને તકલીફ નહીં પડે

રાજ્યમાં અત્યારે કપાસ વાયદો વરિયાળી જેવા પાકોની ખરીદી બાબતે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ (Crop Registration process) કરવામાં આવી છે. 28 ફેબ્રુઆરી સુધી જ રજિસ્ટ્રેશન પ્રક્રિયા થઈ શકશે અને ત્યારબાદ 1 માર્ચથી રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. ત્યારે આ બાબતે વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ચણાની ખરીદી બાબતે કોઈપણ ખેડૂતોને મુશ્કેલી પડશે નહીં. જ્યારે ચણા ખરીદવા માટે કેન્દ્રીય પ્રધાનને પણ રજૂઆત કરવામાં આવી છે અને એમએસપી કરતા પણ વધારે ભાવ મળે તે બાબતની પણ ખાસ (Gujarat Cabinet Meeting)ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 14,500 કિલોમીટર રસ્તાઓને મંજુરી, કેબિનેટ બેઠકમાં નિર્ણય

SC ST વિદ્યાર્થીઓ માટે ખાસ નિર્ણય

રાજ્યમાં એચ.એસ.સીનાં વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ ઠરાવ કરવામાં આવ્યો છે. જેમાં 6,000 વિદ્યાર્થીઓ માટે રૂપિયા 12 કરોડ રૂપિયાની ફી સરકાર (Decision of Scholarship to SC ST Students) દ્વારા ચૂકવવામાં આવશે. આદિવાસીના 12000 વિદ્યાર્થીઓની ચિંતા કરીને 24 કરોડ સુધી સંસ્થાને જ મળે તે પ્રકારનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આમ ઉચ્ચ શિક્ષણમાં નોંધ ફારસી અભ્યાસક્રમોમાં ખાનગી કોલેજો યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવતા એસસી એસટીના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો મહત્વનો નિર્ણય (Gujarat Cabinet Meeting)રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. એસસી કેટેગરીના 6,000 વિદ્યાર્થીઓ માટે 12 કરોડ રૂપિયા તથા એસટી કેટેગરીના 12,000 વિદ્યાર્થીઓ માટે 24 કરોડ રૂપિયાનું વધારાનું ભારણ રાજ્ય સરકાર ઉપાડશે.

ખેલમહાકુંભમાં 3.11 લાખ રજિસ્ટ્રેશન થયા

ખેલ મહાકુંભની વાત કરવામાં આવે તો આ બાબતે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ખેલ મહાકુંભ રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અત્યારથી જ 3.11 લાખ (ખેલ મહાકુંભ રજિસ્ટ્રેશન 2022) જેટલા લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને હજુ પણ આગામી દિવસોમાં વધુમાં વધુ રજિસ્ટ્રેશન થાય તે બાબતે સરકાર દ્વારા ખાસ આયોજન સાથે કેબિનેટ બેઠકમાં (Gujarat Cabinet Meeting)ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ચેરિટી કોર્ટમાં ટ્રસ્ટના પેન્ડિંગ કેસોનો થશે નિકાલ, સરકાર જનતા વચ્ચે જઈને ગરીબ - મહેસૂલ મેળા યોજશે

વિજ્ઞાનના પ્રચાર પ્રસાર માટે એમઓયુ

રાજ્યમાં વિજ્ઞાનનો વધુમાં વધુ પ્રચાર અને પ્રસાર થાય તેને ધ્યાનમાં લઇને રાજ્ય સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ સાથે આઈ.આઈ.ટી.ઈ જોડે ખાસ એમઓયુ (Science and Technology MoU with IITE) કરવામાં આવ્યા હતાં. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીની હાજરીમાં આ એમઓયુ કરવામાં આવ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details