ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું (Gujarat Cabinet Meeting ) આયોજન કરવામાં આવ્યું છે 10:00 સ્વર્ણિમ સંકુલ-1 ખાતે કેબિનેટ હોલમાં કેબિનેટ બેઠક મળશે. મહત્વની વાત કરવામાં આવે તો આજની કેબિનેટ બેઠકમાં ઉનાળામાં પીવાના પાણી અને સિંચાઈના પાણી (Discussion on water availability in Gujarat) બાબતે ખાસ ચર્ચા કરવામાં આવશે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 તારીખે ગુજરાતના પ્રવાસે (PM Modi visit to Gujarat )આવી રહ્યા છે ત્યારે તે બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે.
પીવાના પાણી મુદ્દે થશે ચર્ચા- કેબિનેટ બેઠકમાં (Gujarat Cabinet Meeting )રાજ્યમાં પીવાના પાણી (Drinking water distribution in Gujarat)બાબતે કેટલો જથ્થો અત્યારે ડેમમાં સ્ટોરેજ (Amount of water in the dams of Gujarat) કરવામાં આવ્યો છે તે બાબતે ખાસ ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઉનાળાના સમય દરમ્યાન ત્રણ દિવસે એકાંતરે પાણી આવે છે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તથા ઉત્તર ગુજરાતમાં પીવાના પાણીની કોઇ પણ પ્રકારની સમસ્યા સામે આવે નહીં તથા ટેન્કર રાજ જોવા મળે નહીં તે બાબતની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. સાથે જ રાજ્યના ડેમમાં પાણીનો જથ્થો કેટલો છે તે બાબતની પણ ખાસ ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Gujarat Cabinet Meeting: 15 દિવસમાં બજેટના નાણા રિલીઝ કરવા સૂચના, માલધારી સમાજ સાથે CM કરશે બેઠક